મહેસાણા રામપુરા કુકસમાં એક જ કોમના બે જૂથ વચ્ચે આડા સંબંધ મામલે અથડામણ થઈ હતી. તેમાં હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતક હથિયારોના હુમલાના પગલે બે યુવકોના મોત થયા હતા.
સોમાજી પુંજાજી ઠાકોર અને જે મહિલા સાથે આડાસંબંધ હતો તેના ભત્રીજા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઠાકોર સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા. જેમાં સોમાજી ઠાકોર સહિત અન્ય 6 લોકોએ ગણેશજી નેનાજી ઠાકોર અને અર્જુનજી અગરજી ઠાકોર ઉપર ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો.
મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બંને યુવકોની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.