02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા લોકસભા બેઠક ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : ૧૪ ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

બનાસકાંઠા લોકસભા બેઠક ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : ૧૪ ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ   09/04/2019

સરહદી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ફોર્મ ખેંચવાના અંતિમ દિને પાંચ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. હવે આ બેઠક ઉપર ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ફોર્મ ભરવાના દિવસથી જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જ્યાં પ્રથમ પાંચ દિવસમાં ૧૦૮ ઉમેદવારીપત્રોનું વેચાણ થતાં મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે તેવું માનવામાં આવી રહ્યું હતુ. જોકે, તેમાંથી માત્ર ૨૫ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૬ ઉમેદવારી પત્રો રદ થતાં ૧૯ ઉમેદવારો રહ્યા હતા.દરમિયાન સોમવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે વધુ ૫ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. હવે આ બેઠક ઉપર ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
 
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારો
 
 
પરથીભાઇ ગલબાભાઇ ભટોળ (કોંગ્રેસ)
પરબતભાઇ સવાભાઇ પટેલ (ભાજપ)
તેજાભાઇ નેથીભાઇ રબારી (બહુજન સમાજ પાર્ટી)
ઠાકોર મેલાજી મદારસિંહ (ગરવી ગુજરાત પાર્ટી)
ચરમટા ભરતકુમાર ખેમાભાઇ (અપક્ષ)
ર્ડા.ચંદ્રાબેન (અપક્ષ)
જગદીશજી પરથીજી ધારાણી (અપક્ષ)
ઠાકોર સ્વરૂપજી સરદારજી (અપક્ષ)
દેસાઇ ઇશ્વરભાઇ મહાદેવભાઇ (અપક્ષ)
પઢિયાર ભરતકુમાર ઇશ્વરલાલ (અપક્ષ)
પરમાર છગનચંદ્રરાજ ધનાભાઇ (અપક્ષ)
પરસાણી ઇબ્રાહીમભાઇ પીરાભાઇ (અપક્ષ)
પુરોહિત શ્યામાબેન નારણભાઇ (અપક્ષ)
માધુ નિરૂપાબેન (અપક્ષ)

Tags :