થરાદના જેતડામાં ખાનગી લેબોરેટરીમાંથી સરકારી દવાનો જથ્થો ઝડપાતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ  થરાદ : થરાદના જેતડા પીએચસીમાં ફરજ બજાવતો લેબોરેટરી ટેકનેશિયન ખાનગી લેબોરેટરીમાં પ્રેક્ટીસ કરતો હોવાની ખાનગી બાતમી મળતાં  મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ રવિવારે દરોડો પાડ્‌યો હતો. દરમ્યાન તેમાંથી સરકારી દવાઓનો કેટલુંક મટીરીયલ્સ મળી આવતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આમ,સરકારી દવાઓનો જથ્થો ખાનગી લેબોરેટરીમાંથી મળી આવવાના બનાવને લઇને આરોગ્ય વિભાગમાં અફરાતફરી સાથે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. જોકે આ દવાઓ લેબોરેટરી ટેકનેશિયન આપતો હોવાની લેબના માલિકે લેખિતમાં કબુલાત પણ કરી હતી. જ્યારે મેડીકલ ઓફીસરે ધરાર ઇન્કાર પણ કર્યો હતો.
થરાદના જેતડા ગામના પીએચસીમાં ફરજ બજાવતો લેબોરેટરી ટેક્નેશિયન મનસુખભાઇ પંડ્‌યા પોતાના નજીકના પિતરાઇ સાથે પીએચસીની બાજુમાં ખાનગી પ્રેક્ટીસ કરતો હોવાની અને ખાનગી લેબોરેટરી ધરાવતો હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી જીલ્લાના આરોગ્ય અધિકારી ડા મનીષ ફેન્સીએ રવિવારે જેતડામાં ટી.એચ. ઓ. ડા એચ.વી.જેપાલ અને જેતડાના મેડીકલ ઓફીસર ડા નરેશ મકવાણા સહિત સ્ટાફને સાથે રાખી બસસ્ટેશન પાસે આવેલી ખાનગી શિવમ લેબોરેટરીમાં દરોડા પાડ્‌યા હતા. આ આકસ્મિક દરોડામાં ચેકીંગ કરતાં ખાનગી લેબોરેટરીમાંથી કેટલુંક સરકારી મટીરીયલ્સ અને દવાઓ મળી આવી હતી. લેબોરેટરીના માલિક અશોક પરમારની આ સરકારી દવાઓ અંગે પુછતાછ કરતાં તેણે લેખિતમાં મનસુખ પંડ્‌યા લેબોરેટરી ટેક્નેશિયન ખાનગી લેબોરેટરીમાં સરકારી દવાઓનો પુરવઠો આપતો હોવાની કબુલાત પણ કરી હતી. આથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને લઇને આરોગ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.