થરા પોલીસે ચાર મોટર સાયકલ, એક એક્ટીવાની ચોરી કરનાર રીઢા ગુનેગારને મુદામાલ સાથે ઝડપ્યો

થરા : જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા નાયબ પોલીસ અધિક્ષક  પી.એચ.ચૌધરી  તથા સર્કલ પો.ઇન્સ. શિહોરી સર્કલના ઓના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા બાબતે અમો પો.સ.ઇ. એમ.જે. ચૌધરી તથા અ.હેઙ કોન્સ ઇદ્રીશખાન બિસ્મિલ્લા ખાન તથા અ.હેઙકોન્સ વિજયકુમાર ભારમલભાઇ તથા અ.હેઙકોન્સ રૂપસીહ ભુપતસીહ તથા પો.કોન્સ મલાભાઇ રામાભાઇ વિગેરેનાઓ સાથે થરા ટાઉનમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન અમોને બાતમી હકીકત મળેલ કે થરા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૫૨/૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીયે ગયેલ હીરો કંપનીનું સ્પ્લેન્ડરપ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું લક્ષ્મણભાઇ પીરાભાઇ રબારી (ઘાંઘોળ) રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજવાળો સદરહું મોટર સાયકલ લઇને થરા ખારીયા સીમમાં આવેલ પોતાના ઘરેથી નીકળી રૂની થઇ થરા આવનાર હોઇ જેથી રૂની ગામના કેનાલના પુલ ઉપર જઇ વોચમાં રહેતા તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ આવતાં તેને રોકાવી તેના ચાલકને પુછપરછ કરતાં તેને કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં તેમજ મોટર સાયકલના સાધનીક કાગળો રજું કરેલ ન હોઇ જેથી તેનો ચેસીસ.MBLHAW 097K5E09350 તથા એન્જીન.નંHA10AG K5E21732જોતાં જે ઉપરોક્ત ગુનાનું ચોરાયેલ મોટર સાયકલ હોવાનું નીકળતાં મુદામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે આજ રોજતા.૬/૮/૧૯ ના ક.૧૫/૦૦ વાગે થરા મુકામે અટક કરેલ તેમજ બીજી ચોરીઓ બાબતે પુછપરછ દરમ્યાન તેણે પાટણ સીટી માંથી અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક્ટીવાની ચોરી કરેલ જણાવતો હોઇ જે મોટર સાયકલોના એન્જીન નંબર ચેચીસ નંબર ઉપરથી સોફ્‌ટવેરમાં તપાસ કરતાં નીચેની વિગતે છે (૧) વીસેક દિવસ પહેલા પાટણ શિહોરીડીસા ત્રણ રસ્તા ઉપરથી હોન્ડાકંપનીનુ ડ્રીમ યુગા ૧૧૦ સીસીનુ ચોરી કરેલ જેમોટર સાયકલનો પાર્સીગ GJ-24-AB-6126નો છે. (૨) એક મહીના પહેલા પાટણ જુના બસ સ્ટેન્ડ આગળ આવેલ સર્કેલ ઉપરથી હીરો હોન્ડાસ્પ્લેન્ડર પ્લસ સફેદ પટ્ટાવાળુજે મોટર સાયકલનો પાર્સીગ -GJ24J-9284નો છે. (૩) છ એક મહીના પહેલા પાટણ ગુગણી તળાવ ઉપરથી હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો લાલ તથા સફેદ પટ્ટાવાળું જે મોટર સાયકલનો પાર્સીગ નં- GJ-13-DD--૮૭૦૭ નો છે (૪) દોઢ વર્ષ અગાઉ પાટણ નવી કોર્ટ બાજુમાંથીએક એક્ટીવા ચોરેલ જેનો પાર્સીગનંબર-જોતાં  GJ-24-L-2334નો છે ઉપરોક્ત વાહનો થરાપો.સ્ટેમાંકબ્જે કરવામાં આવેલ છે
 
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.