શામળાજી પોલીસે જાબ ચીતરીયા ગામેથી ૪.૫૫ લાખનો અને મોડાસા રૂરલ પોલીસે રિક્ષામાંથી ૩૦ હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

 
 
 
             થર્ટી ફર્સ્ટ ઉજવણી માટે પ્યાસીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો વિદેશી દારૂની હેરા-ફેરી માટે સક્રિય બન્યા છે.અરવલ્લી જીલ્લાના બુટલેગરોએ ૩૧ ફર્સ્ટ ની ઉજવણી માટે માતબર વિદેશી દારૂ અને બિયરના  જથ્થાનો સ્ટોક કરી લીધો છે શામળાજી પોલીસે બાતમીના આધારે ભિલોડા તાલુકા ના જાબ ચીતરીયા ગામના સ્થાનિક બુટલેગર ઘરે રેડ કરી રૂ.૪૫૫૨૫૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્ર નગર ચોકડી નજીક સી.એન.જી રિક્ષામાં સંતાડીને લઈ જવાતો ૩૦ હજારનો દારૂ ઝડપી જુહુપુરા ફતેહવાડીના ચાલક સોહેલ કાસમ મન્સૂરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી હતી શામળાજી પી.એસ.આઈ એમ.પી.ચૌહાણને  જાબ ચીતરીયા ગામના રહીશ રૂપસિંગ શકરા ભાઈ નિનામાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો આયાત કરી ઘરમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા શુક્રવારે રાત્રીના સુમારે પોલીસ ટીમ સાથે રેડ કરી ઘરમાં સંતાડી રાખેલી,ઘર આગળ પાર્ક કરેલી સેવરોલેટ ટ્રાવેરા ગાડી (ગાડી.નં.ય્ત્ન  ૦૯ મ્મ્  ૮૨૬૯  ) માંથી અને ઘર નજીક ખેતરમાં સંતાડી રાખેલો ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ/ બિયર ની પેટી નંગ-૧૨૦ બોટલ/ ટીન કુલ.૧૭૦૨ કીં.રૂ. ૪૫૫૨૫૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રવેરા ગાડી ની કીં.રૂ ૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૬૫૫૨૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટનાર રૂપસિંગ શકરાભાઈ નિનામા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 
  મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્ર નગર ચોકડી પાસે થી બાતમીના આધારે સી.એન.જી રિક્ષામાં ડ્રાઈવર સીટ નીચે અને પાછળ ની સીટમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ કીં.રૂ.૩૦૦૦૦/- થતા રિક્ષાની કીં.રૂ. ૧૫૦૦૦૦/- મળી કુલ. રૂ.૧૮૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી સોહીલ કાસમ મન્સૂરી (રહે,જુહાપુરા ફતેહવાડી કેનાલ,અમદાવાદ, મૂળ રહે,ગુ.હા.બોર્ડ દહેગામ) નીધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.