રાજ્ય કક્ષાએ સ્વિમિંગની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રોફેસરને ગોલ્ડ મેડલ એનાયત કરાયો

 
 
 
 
 
 
                              અમદાવાદ સોલા ભાગવત ખાતે ઉમિયા કેમ્પસની કોલેજમાં  સોસિયોલોજીના પ્રોફેસર અને હિંમતનગરની ગ્રોમોર ફાઉન્ડેશનની સ્કૂલમાં સતત ૮ વર્ષ સુધી શિક્ષણ કાર્ય કરનાર પૂર્વ શિક્ષક ડા.દિનેશ જે.કણઝરીયાએ  કક્ષા ખેલ મહાકુંભ-૨૦૧૮માં ભાગ લઈને રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં  ૧૦૦ અને ૫૦ મીટર એમ બન્ને સ્પર્ધામાં ફ્રિ સ્ટાઇલમાં ભાગ લઈને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
જેને સ્વિમિંગ કોચ કમલેશ નાણાવટીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડા.કણઝરીયા હવે રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમની આ જ્વલંત સિદ્ધિને બિરદાવીને ગ્રોમોર કોલેજ કેમ્પસ અને સંસ્થાના બી.એલ.પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.