કેરળ જળતાંડવમાં ૮રના મોત : વાહન વ્યવહાર સેવા પણ ઠપ્પ

 
 
કોચી
કેરળમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. જળતાંડવની Âસ્થતિ વચ્ચે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.કુદરતના કહરના લીધે સંઘર્ષ કરી રહેલા કેરળમાં પુર અને ભારે વરસાદના કારણે Âસ્થતી હવે ભયાનક બની ગઇ છે. સ્વતંત્રતા બાદ સૌથી ભીષણ પુરની Âસ્થતી વચ્ચે અતિ ભારે વરસાદ જારી રહેતા Âસ્થતી સુધરવાના બદલે વધારે વણસી રહી છે. તમામ નદીઓમાં પાણીની સપાટી ભયજનકસ્તરથી ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને ૮૨ ઉપર પહોંચી ગયો છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે. હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હજુ સુધી રાહત મળવાના સંકેત નથી. ભેખડો ધસી પડવા અને અન્ય સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધી રહ્યો છે. પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.