02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ : 1 લાખનો દંડ ફટકાર્યો

સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ : 1 લાખનો દંડ ફટકાર્યો   30/04/2019

સાધિકા દુષ્કર્મ કેસમાં આજે નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ગત શુક્રવારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા. જેમાં આજે સેશન્સ કોર્ટમાં બંનેને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ જજે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
 
સુરત જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત 58 દિવસ સુધી ભાગતો રહ્યો હતો. હાલ સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી, શુકવાર તા. 26મી એપ્રિલના રોજ નારાયણ સહિત પાંચને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા અને પાંચને નિર્દોષ છોડતો હુકમ કરાયો હતો. જેમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. નારાયણ સાંઈને આજીવન, ગંગા,જમુના અને હનુમાનને 10 વર્ષ અને રમેશને 6 માસની સજા ફટકારવામાં આવી છે. જ્યારે નારાયણ સાંઈને 1 લાખ અને ગંગા,જમુના અને હનુમાનને 5000 હજાર અને રમેશને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
 
બચાવ પક્ષની દલીલો ચાલતી હતી. દરમિયાન નારાયણ સાંઈએ લખવા માટે કાગળ પેન માંગ્યા હતા. અને જમીન પર બેસી નારાયણ સાંઈએ કાગળ પર લખાણ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, તેને 26 તારીખે દોષી જાહેર કરવામાં આવ્યા છે તેના પર પુનઃ વિચાર કરવામાં આવે. અને તેઓ સચ્ચાઈ જાણવા માંગે છે. ત્યારબાદ નારાયણ સાંઈ સતત ઉભો રહીને દલીલો સાંભળી રહ્યો હતો. દરમિયાન ફરી નારાયણ સાંઈએ કાગળ માગ્યો હતો. અને લખ્યું હતું કે, નિર્ભયાના કેસમાં 1 કરોડ માંગ્યા હતા તો સમજી શકાતે. પણ આ કેસમાં 25 લાખ વળતર માંગવું સમજી શકાય એમ નથી.ગત 26મીના રોજ નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન મોટી સંખ્યામાં નારાયણ સાંઈના સમર્થકો કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. આજે ફરી નારાયણ સાંઈને કોર્ટમાં લાવવાનો હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ડોગ સ્કવોડની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે કોર્ટમાં જવાના રસ્તાઓ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી રાખવા મોટ પોલીસ કોફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags :