02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદનો યુવક સાત સમંદર પાર કરી મતદાન કરવા ભારત આવ્યો

થરાદનો યુવક સાત સમંદર પાર કરી મતદાન કરવા ભારત આવ્યો   23/04/2019

 
થરાદના માંગરોળ ગામનો એક યુવક એક વર્ષથી ર્વકિંગ વિઝા પર સેન્ટ્રલ આફ્રિકામાં સેટ થયેલો છે. જે થરાદથી સાત હજાર કિલોમીટર દૂર હોવા છતાં મતદાન કરવા માટે તે સાત સમંદર પાર કરીને ભારત આવ્યો હતો. તેણે દેશની અને આપણી સલામતી માટે એક દિવસની પણ રજા નહી લેતા વડાપ્રધાન માટે સપ્તાહની રજા લીધી હોવાનું જણાવી અન્ય યુવાનોને પણ પ્રેરણા આપી હતી. 
 
થરાદ તાલુકાના માંગરોળ ગામનો રમેશભાઇ હરદાસભાઇ ચૌધરી નામનો યુવક પાંચ વર્ષ સુધી અમદાવાદમાં ર્નસિંગની જોબ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી સેન્ટ્રલ આફ્રિકાના ક્રિટીકલ કેરમાં જોબ કરી રહ્યો છે. આ યુવક એક સપ્તાહ માટે અને તે પણ માત્રને માત્ર ચુંટણી માટે પોતાનો મત આપવા સાત હજાર કિલોમીટર દૂરથી વતનમાં આવ્યો છે.

Tags :