02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠાના આંગણવાડી કાર્યકરોએ વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠાના આંગણવાડી કાર્યકરોએ વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું   29/01/2019

 
 
 
 
                              એકતરફ રાજ્ય સરકાર દ્વારા બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરી આંગણવાડી અને તેડાંઘર માં બાળકો ને પૂરતી સુવિધા મળી રહે એ માટે કાર્યરત છે ત્યારે બીજી તરફ આંગણવાડી  અને તેડાંઘર ના  કાર્યકર ની સમસ્યા નું નિરાકરણ ના આવતા સાબરકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી અને તેડાઘરના કર્મચારીઓ અવાર નવાર હડતાલ યોજાતા હોય છે ત્યારે  જિલ્લા ની આંગણવાડી  અને તેડાઘર ના કર્મચારીઓ રેલી સ્વરૂપે જિલ્લાવિકાસ અધિકારી ને આવેદન પત્ર આપ્યું 
રાજ્ય સરકાર દ્વારા રાજ્ય માં આંગણવાડી અને તેડાઘર દ્વારા રાજ્યના બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરી અનેક યોજનાઓ જાહેર કરાઈ છે ત્યારે આંગણવાડી અને તેડાંઘરમાં  મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવી રહી છે જેના નિરાકરણ માટે અવાર નવાર આંગણવાડી અને તેડાઘર ની મહિલા કર્મચારીઓ રેલી,ધરણા અને આવેદન પત્રો આપી રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે જીલ્લાભર ની તમામ આંગણવાડી અને તેડાંઘર ની મહિલા કર્મચારીઓ હિંમતનગર ના ટાવર ચોકે ભેગા થઇ જિલ્લા પંચાયત સુધી રેલી સ્વરૂપે જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે તો બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી એ પણ તેઓની ઓફિસ થી બહાર આવી જિલ્લા પંચાયત ના કંપાઉન્ડ માં એકથી થયેલ મહિલા કર્મચારીઓની સમસ્યાઓ સાંભરી તેમની માંગણીઓ ઝડપથી સંતોષાય એવું આશ્વાશન પણ આપ્યું હતું  આંગણવાડી માં આવતા બાળકો કુપોષિત ના રહે એ માટે સરકાર દ્વાર રોજે રોજ અલગ અલગ વાનગીઓ નાસ્તા માં આપવામાં આવે છે 
સાથે જ રોજ રોજ અલગ અલગ ફ્રૂટ આપવામાં આવે છે પરંતુ વાત જાણે એમ છે કે આંગણવાડી અને તેડાંઘરના કર્મચારીઓને કઠોર ,શાકભાજી ,મસાલા અને ફ્રૂટ ના પૈસા રેગ્યુલર ના મળવા સાથેજ કર્મચારીઓ નું મહેનતાણું પણ સમય સાર ના ચૂકવા થી અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ રજૂઆતો બાદ પણ નિરાકરણ ના થવાથી આજે જિલ્લાના તમામ આંગણવાડી અને તેડાઘર ની મહિલા કર્મચારીઓ એકઠા  થઇ રેલી સ્વરૂપે જિલ્લાવિકાસ અધિકારી ને આવેદન આપ્યું હતું શાકભાજી,કઠોર,ફ્રૂટ સહીત મસાલા ના પૈસા છેલ્લા છ મહિનાઓ થી ચૂકવાય નથી જેના કારણે મહિલા કર્મચારીઓ એ પોતાના સ્વખર્ચે રોજે રોજ મેનુ પ્રમાણે બાળકો ને ભોજન પીળસવું પડે છે જો કોઈકે વાર મહિલા કર્મચારીઓ  દ્વારા મેનુ પ્રમાણે ભોજન ના પીરસાય તો ઓડિટ સમયે મહિલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરાય છે તો બીજી તરફ મહિલાઓ પૈસાના ના મળે તો બાળકો ને ભોજન પીરસવાનું બંધ કરે તો મહિલા કર્મચારીઓને છુટા કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાય છે સરકાર બાળકોના ભવિષ્યની ચિંતા કરી અનેક યોજનાઓ થકી બાળકોને લાભ મળે અને રાજ્ય નું કોઈ બાળક કુપોષિત ના રહે એવા પ્રયતો તો થઇ રહ્યા છે પરંતુ બાળકોને રોજે રોજ આપવામાં આવતા ભોજનના બીલો આંગણવાડી અને તેડાઘર ની મહિલાઓને ના ચુકવાતા હોવાથી આંગણવાડી અને તેડાઘરની મહિલાઓ હાલ કુપોષણનો ભાગ બની રહી છે ત્યારે હવે  આંગણવાડી અને તેડાઘર ની મહીલા કર્મચારીઓ ની માંગણીઓ ક્યારે સ્વીકારશે એતો હવે જોવુજ રહ્યું .

Tags :