02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઉંઝા રેલવે ટ્રેક પર બની રહેલા ઓવરબ્રીજનું કામ ધીમી ગતિએ ચાલતાં ટ્રાફિક સમસ્યા ગંભીર

ઉંઝા રેલવે ટ્રેક પર બની રહેલા ઓવરબ્રીજનું કામ ધીમી ગતિએ ચાલતાં ટ્રાફિક સમસ્યા ગંભીર   21/09/2018

 
 
                               ઉંઝા હાઈવેથી વિસનગર રોડ તરફ રેલવે ટ્રેક ઉપર બની રહેલા ઓવરબ્રીજની એપીએમસી પાંચ નંબરના ગેટ સામે ઉંચાઈ અડધાથી એક મીટર વધારવા તેમજ ઓવરબ્રીજની બંને સાઈડે સર્વિસ રોડનું સમારકામ ઝડપથી કરવા રાજ્ય સરકારમાં ઉગ્ર રજુઆત થઈ છે. હાલમાં ઓવરબ્રીજનું કામકાજ તદ્‌ન ધીમી ગતિએ ચાલતું હોવાથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે.ઉંઝા માર્કેટયાર્ડના દક્ષિણે વિસનગર રોડ ઉપર ઘણા લાંબા સમયથી બની રહેલા રેલવે ઓવર બ્રીજનું કામકાજ ખૂબ ધીમી ગતિએ ચાલતું હોવાની રાવ ઉઠી છે. ઓવરબ્રીજની બંને સાઈડે તથા હાઈ-વે ઉપર પણ અડધાથી એક ફૂટના અસંખ્ય ખાડાઓના કારણે રસ્તો તૂટી ગયો છે. વધુમાં માર્કેટયાર્ડના ગેટ નંબર પાંચ સામે ઓવરબ્રિજની ઉંચાઈ સાડા પાંચ મીટર રાખવા માટે અગાઉ રજુઆત થઈ હતી. પરંતુ આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. હાલમાં ઓવરબ્રીજની ઉંચાઈ ઓછી હોવાથી માર્કેટયાર્ડના ચેરમેન ગૌરાંગ વ્યાસે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.. સીઝન પૂર્ણ થવાને ત્રણ ચાર મહિના થયા હોવા છતાં ઓવરબ્રીજના કામ કાજમાં કોઈ ગતિ જણાતી નથી. હવે ચોમાસુ પણ પૂર્ણતાને આરે છે ત્યારે સર્વિસરોડ અને હાઈવે ઉપરનો રોડ સત્વરે રીપેરીંગ કરવામાં આવે તે જરૂરી છે.

Tags :