02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / છાપી હાઇવે નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર ઝડપાયું : એકની અટકાયત

છાપી હાઇવે નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર ઝડપાયું : એકની અટકાયત   04/08/2018

 છાપી હાઇવે નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર ઝડપાયું : એકની અટકાયત 
 
વડગામ તાલુકાના છાપી નજીક આવેલા શેરપુરા હાઇવે ઉપરથી રાજસ્થાન તરફથી દારૂ ભરી આવતું ટેલર આર.આર. સેલ.ભુજ દ્રારા ગુરુવાર સાંજે ઝડપી પાડી કુલ રૂ.૫૩.૩૨ લાખનો મુદ્દા માલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્‌યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલ ભુજ રેન્જને મળેલ ખાનગી બાતમી મુજબ રાજસ્થાનથી મહેસાણા તરફ એક ટેલર વિદેશી દારૂ ભરી જઈ રહ્યું છે. જેથી છાપી નજીક શેરપુરા હાઇવે ઉપર ગુરુવાર સાંજે નાકા બંધી કરી પાલનપુર તરફથી આવતા એક શંકાસ્પદ ટેલરને રોકી તપાસ હાથ ધરતાં ટેલર માથી વિવિધ બ્રાન્ડની પરપ્રાંતીય દારૂની ૯૦૦ પેટી (કિંમત રૂ. ૪૩,૨૦ લાખ) ઢોરોના ખાણના ભૂંસા નીચે સંતાડેલ મળી આવ્યો હતો

Tags :