RTOમાં પેમેન્ટ તો ઓનલાઈન થયું પણ રિફન્ડની વ્યવસ્થા જ નહીં

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં પહેલી ઓગસ્ટથી તમામ સુવિધાઓ ઓનલાઇન ફરજિયાત કરી દેવામાં આવી છે પરંતુ તમામ નવી પદ્ધતિના કારણે અનેક ડીલરો અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

કારણ કે આ નવી વ્યવસ્થામાં ઓનલાઇન રિફંડ આપવાની વાત ભુલાઈ ગઈ છે નવી પદ્ધતિમાં સૌથી મોટી ખામી રિફંડની અવ્યવસ્થાની છે દરેક ડીલરનાં ખાતાંમાંથી નવાં વાહનનાં રજિસ્ટ્રેશન અને ટેક્સ પેટની રકમ કપાઈ જાય છે પરંતુ આરટીઓના ખાતામાં રકમ જમા ન થતી હોય તેવા કિસ્સામાં ડીલર દ્વારા ફરી ઓનલાઇન પેમેન્ટ જમા કરવામાં આવે છે.

કેટલાક કિસ્સામાં બે વખત પેમેન્ટ જમા થઈ જાય છે, પરંતુ તેનું રિફંડ ખાતામાં જમા થતું નથી જેના કારણે ડીલરો કે અરજદારોના પેમેન્ટ સલવાઇ જાય છે.

અત્યાર સુધીની પદ્ધતિ મુજબ ડીલરો ડિમાન્ડ ડ્રાફ્ટ પદ્ધતિથી ટેક્સ ભરતા હતા. નવી સિસ્ટમની સાથે સાથે પેમેન્ટ રિફંડની પડતી અગવડતાઓ મુદ્દે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસીએશન દ્વારા સરકારનાં વાહન વ્યવહાર વિભાગને રજૂઆત કરવામાં આવી છે. નવી સિસ્ટમ સમ્પૂર્ણપણે સરળતાપૂર્વક કાર્યરત ન થાય ત્યાં સુધી જૂની સિસ્ટમ ( ડ્રાફ્ટ દ્વારા પેમેન્ટ ) સિસ્ટમ ચાલુ રાખવામાં આવે તેમજ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમમાં રહી ગયેલી ખામીઓને સુધારવાની પણ લેખિતમાં રજૂઆત કરી છે.

બધા પેપર એટલે કે જરૂરી દસ્તાવેજ ઓનલાઇન સ્કેન કરવા,ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ગ્રાહકના મોબાઈલ પર ઓટીપી નંબર જાય છે તેને ડીલર સાથે કો.ઓર્ડિનેટ કરી અને નંબર મોકલવો, ઓનલાઇન ભરવાની મુશ્કેલી સહિતની અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

અત્યારે ઓનલાઇન પેમેન્ટ આરટીઓનાં ખાતામાં બે વાર જમા થાય તો અથવા ડીલરના ખાતામાંથી કપાય અને આરટીઓમાં જમા ન થાય તો શું કરવું તે અંગે આરટીઓ પાસે કોઈ જવાબ નથી. આથી એસોસીએશને મુંબઈની જેમ જ વેચેલાં વાહનોનો ટેક્સ એકી સાથે ભરવાની વ્યવસ્થાની માગ કરી છે.

આરટીઓ એસ. પી. મુનિયાએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ અમલમાં આવી હોવાના પગલે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવે જેના સૂચનો વિભાગને જાણ કરવાથી તેમાં સુધારા કરવામાં આવે અને સિસ્ટમ સરળ બને અમે રિફંડ પોલિસી માટે વિભાગને રજૂઆત કરી છે ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે. હાલ પૂરતી રિફન્ડની પ્રક્રિયા ઓફલાઈન કરવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.