સોશિયલ મિડીયામાં ફ્રેન્ડશીપ બનાવી હની ટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : સોશિયલ મિડીયામાં મિત્રતા બાંધી હનીટ્રેપ ગોઠવીને લોકોને ફસાવતી ગેંગને ઝડપી પાડવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને ગુરૂવારે સફળતા મળી હતી. ઇડર પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી લઇ સુરત, પાટણ, મોડાસા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં સારા પ્રતિષ્ઠિત વ્યકિતઓને હનીટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવી લેવાની કબૂલાત કરતા તમામ આરોપીઓની અટકાયત કરી પોલીસે સઘન પુછપછર હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે ઇડર તાલુકાના ફિચોડ ગામના કલ્પેશકુમાર અમરતલાલ પટેલે ઇડર પોલીસ મથકમાં તા.૧૮ માર્ચના રોજ ફરિયાદ આપી હતી કે તા.૧૨ માર્ચના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર કોઇ રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પરથી કોઇ યુવતીએ કલ્પેશકુમાર પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પોતે ઇડર તાલુકાના ભાણપુર ગામની ગૃહિણી હોવાની ઓળખ આપીને મિત્રતા કરી હતી. કલ્પેશકુમાર પણ ફેસબુક ફ્રેન્ડ બનેલી આ યુવતી સાથે અવારનવાર ફ્રેન્ડશીપના નાતે મેસેજોની આપ- લે કરતા હતા તે દરમિયાન અચાનક રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પર વિડીયો કોલ કરી વિશ્વાસમાં લઇ ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં મળવા માટેની વાત કરી હતી. જેથી કલ્પેશકુમાર પટેલ રીન્કુ નામની યુવતીને બીજા દિવસે એટલે કે તા.૧૩ માર્ચના દિવસે બપોરે વિજયનગર ત્રણ રસ્તા પાસે મળવા ગયો હતો. જયાં વિડીયો કોલમાં જે યુવતી રીન્કુ પટેલ હતી તે અને તેની સાથે બીજી એક યુવતી મળી હતી અને કલ્પેશકુમારની ગાડીમાં બેસીને વેરાબર કાકલેશ્વર મહાદેવ રોડ તરફ ગાડી લઇ ગયા હતા અને રોડ પર ગાડી ઉભી રાખી એકાદ કલાક જેટલી વાતચીત કરીને વિજયનગર ત્રણ રસ્તા પાસે આ બંને યુવતી ઉતરી ગઇ હતી અને કલ્પેશ પોતાની ગાડીને લઇને પોતાના ઘરે જતો રહ્યો હતો તેવા સમયે સાંજે સાતેક વાગે કલ્પેશના મોટાભાઇ પિયુષ પટેલ પર ફોન આવ્યો હતો કે તમારા ભાઇ પર બળાત્કારની ફરિયાદ લઇને રાજુભાઇ વકીલ દાતાવાળા તથા એક મહિલા પત્રકાર તેમની સાથે આવેલ છે તો તમે વડાલી ખાતે આવી જાવ તેવી વાત કરતા કલ્પેશ અને તેના પિતા વડાલી ખાતે રાજુ વકીલ દાતાવાળાને મળવા ગયા હતા જયાં તેઓને રાજુ વકીલ સાથે રહેલ એક ઇસમે પોતાની ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના અધિકારી તરીકેની ઓળખાણ આપી હતી.
આ ઉપરાંત એક મહિલાએ પોતે પ્રેસ રીપોર્ટર હોવાની ઓળખાણ આપી રીન્કુ નામની યુવતી, તેનો પતિ, તેની માતા અને તેની બહેનપણીએ ભેગા મળી કલ્પેશ પટેલ પર બળાત્કાર અંગેની ફરિયાદ વડાલી પોલીસ મથકમાં કરવાની ધમકીઓ આપી હતી. જેથી કલ્પેશના પિતા અમરતલાલ પટેલને ગભરાવી તેમની પાસેથી રૂ.૫૦ હજાર તે વખતે જ લઇ લીધા હતા અને સમાધાન કરવા માટે વધારાના રૂ.૧૦ લાખની માગણી કરી હતી અને બે-ચાર દિવસમાં જ આ રૂ.૧૦ લાખની વ્યવસ્થા કરી આપવાની ધમકી આપી હતી અને રાજુ વકીલ વારંવાર પૈસાની માગણી કરતો હતો. તા.૧૯ માર્ચના રોજ ૮ વાગે ગમે ત્યાંથી રૂ.૧૦ લાખ લઇને આવવાની વાત કરતા કલ્પેશ અને તેના પિતા અમરતલાલે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન મુજબ ઇડર પોલીસ ઇન્સપેકટર પી.એલ.વાઘેલાએ જુદી જુદી ટીમો બનાવી વિજયનગર ત્રણ રસ્તા નજીક છટુક ગોઠવી ફરિયાદી તથા પંચોને સાથે રાખી મુખ્ય ત્રણ આરોપીઓને રૂ.૧૦ લાખ લેવા આવતા રંગેહાથ ઝડપી લીધા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ૧૧ આરોપીઓની ટોળકીને ઝડપી લીધી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.