ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ

 ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ
 
 
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના ૬૦થી વધુ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ આજે થયો હતો. રાજ્યના જે વિસ્તારમાં ઉલ્લેખનીય વરસાદ થયો હતો તે વિસ્તારમાં લોકો એકબાજુ ખુશખુશાલ દેખાયા હતા. લાંબા વિરામ બાદ આ વરસાદી માહોલ જાવા મળ્યો હતો. રાજ્યના જે વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો છે તેમાં ક્વાંટ, મોડાસા, દાહોદ, ગાંધીનગર, સાબરકાંઠા, હિંમતનગર, જાંબુઘોડા, છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, ગરબાડાનો સમાવેશ થાય છે. ક્વાંટ, છોટાઉદેપુરમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે દાહોદમાં પણ બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશનની Âસ્થતિ સર્જાયેલી છે જેના પરિણામ સ્વરુપે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.