વડગામના નળાસરમાં નનામી અરજીને લઈ બે જૂથો બાખડયા

છાપી વડગામ તાલુકાના નળાસર ગામે બુધવારે એક નનામી અરજીને લઈ એકજ સમુદાય ના બે જૂથો વચ્ચે બબાલ થતા સામસામે ફરિયાદ નોંધાઇ હતી. જેથી ગામમાં તનાવ ભર્યું વાતાવરણ બન્યું હતું.
વડગામના નળાસર ગામે એક નનામી અરજીને લઈ રસ્તામાં જતા જોશનાબેનને ગામનાજ સમુબેનદેવડા,પવનબેન દેવડા અને હીરાબેન દેવડાએ ઉભા રાખી અને કહેલ કે તમારા જેઠ ભીખાજી કેમ નનામી અરજી કરે છે તેથી તેઓએ કહેલ કે અમોએ કોઈ અરજી કરેલ નથી અને જે હોય તે તમે મારા જેઠ ને કહો જેથી ઉશ્કેરાઈ ભૂંડી ગાળો બોલી ગડદાપાટુ નો માર મારેલ જેથી જોશનાબેને સમુબેન સરદારસિંહ દેવડા, પવનબેન રમેશજી દેવડા,હીરાબેન પ્રવિણસિંહ દેવડા, વિજયસિંહ અમરસિંહ દેવડા અને રાહુલ લક્ષમનસિંહ દેવડા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
જ્યારે સામાં પક્ષે સમુબેનને પણ અરજીને લઈ ભૂંડી ગાળો બોલવા સાથે ગડદાપાટુનો મારમારતા તખાજી અભુસિંહ હડિયોલ, દલપતસિંહ તખાજી હડિયોલ, ભીખાજી હેદુજી દેવડા, જવાનજી હેદુજી દેવડા અને રણજીતસિંહ હેદુજી દેવડા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. નનામી અરજીને લઈ એકજ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી થતા ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાવા પામ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.