02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / એસટી બસના ડ્રાઈવર ફેટલ કે મોટો અકસ્માત કરે તો લાઈસન્સ રદ થશે

એસટી બસના ડ્રાઈવર ફેટલ કે મોટો અકસ્માત કરે તો લાઈસન્સ રદ થશે   03/06/2019

 
છેલ્લા ઘણાં સમયથી એસટી બસોના અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. આથી વધતા જતા અકસ્માતનો દર ઘટાડવા માટે આરટીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. ફેટલ કે મેજર અકસ્માતને પગલે એસટી બસના ડ્રાયવરનું લાયસન્સને રદ કરવાનો નિર્ણય આરટીઓએ લીધો છે.
આરટીઓના આવા નિર્ણયને પગલે એસટી ડેપોના ડ્રાયવર કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને એસટી બસને નવો લુક આપવામાં આવ્યો છે.
મુસાફરોને એસટી બસ તરફ આકર્ષવા માટે અનેકવિધ યોજનાઓ બનાવી પરંતુ તેની સાથે સાથે એસટી નિગમનું સલામત સવારી એસ ટી અમારી સ્લોગન સાકાર થઇ શકે તે માટે માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા નક્કર કોઇ જ આયોજન કરાયું નથી. આથી છેલ્લા ઘણાં સમયથી એસટી બસોના અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે.
તેમ છતાં વધતા જતા અકસ્માતને રોકવા માટે એસટી નિગમ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એસટી બસના અકસ્માતોને અટકાવવા માટે આરટીઓ દ્વારા શિક્ષાનો કોરડો વિંજાશે. એસટી બસના ડ્રાયવરથી ફેટલ અને મેજર અકસ્માત થાય તો ડ્રાયવરનું લાસસન્સ રદ કરવાનો નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એસટી બસ જાહેર પબ્લિક સુવિધા માટેનું વાહન સંભાળી, સાવચેતી , સમયસુચકતાથી સંચાલન કરવું તે પ્રાથમિક જવાબદારી છે. તેમ છતાં ડ્રાયવરો દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવે છે. એસટી બસના ચાલક દ્વારા માનવજાન ગુમાવાય નહી તેમજ માનવહાનિ થાય નહી તેવા પ્રકારનું ડ્રાઇવીંગ હોવું જોઇએ. આથી એસટી બસનું માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે આરટીઓ કચેરી દ્વારા લાયસન્સ રદ કરવા સહિતના આકરા પગલાં લેવાનો આદેશ આરટીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ઉપરાંત ગંભીર અકસ્માતના કિસ્સામાં ડેપો મેનેજરે ડ્રાયવરનું લાયસન્સ રદ કરવા આરટીઓ કચેરીના જાણ કરવાનો આદેશ એસ ટી નિગમ દ્વારા કરાયો છે.

Tags :