ડીસા તાલુકાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ભારે પવનથી કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડ્યા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રચાયો છે. જેને લઇ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. શનિવાર બાદ રવિવારના દિવસે પણ દિવસ પર ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો ત્યારે ડીસા તાલુકાના શેરપુરા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વ્યાપક નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.જેમાં લક્ષ્મીપુરા નજીક આવેલ કિસાન કોલ્ડ સ્ટોરેજના પતરા પણ ભારે પવન સાથે ઉડતા ભયનો માહોલ સર્જાયો હતો કોલ્ડ સ્ટોરેજના આગળના શેડના પતરા પવન સાથે હવામાં ફગોળાતા ભારે નુકસાન થવા પામ્યું છે.આ ઉપરાંત અન્ય સ્થળો પર પણ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.