અમીરગઢના બાલુંદ્વા ગામમાં બકરો આપી રહયો છે દૂધ

kWbGESQhYI4
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ઈકબાલગઢ
અજીબોગરીબ ઘટનાને લઈ લોકોમાં કુતુહલ અમીરગઢ તાલુકાના બાલુંદ્વા ગામમાં ચોકાવનારી ઘટના બહાર આવી છે .અવારનવાર મનુષ્ય, પ્રાણીઓમાં વગેરે દ્વારા અવનવી ઘટનાઓ તથા ચમત્કારિક બનાવો જોવા મળતા હોય છે. જેમાં બે માથાંવાળા, ચાર કે એક હાથવાળા મનુષ્ય જોયા હશે પણ બાલુંદ્વા ગામમાં એક બકરો સામાન્ય બકરા કરતા અલગ છે.બાલુંદ્વા ગામનો આ બકરો દૂધ આપી રહયો છે. જેને લઈ લોકોમાં કુતુહલ સર્જાયુ છે. ખેતી તથા પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા એવા મોનાભાઈ ભાવાભાઈ દેસાઈની પોતાની માલિકીની બકરી દ્વારા ચાર વર્ષ અગાઉ નર બકરાનો જન્મ થયો હતો.જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેના આંચળનો પણ વિકાસ થતો ગયો અત્યારે તે દૂધ આપી રહયો છે. તેને જોવા માટે ગામના તથા દુર દુર સુધીના લોકો આવ રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.