02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્માની મામલતદાર કચેરીમાં જમીનના ઉતારા મેળવવા સવારથી જ ખેડૂતોની લાંબી કતારો

ચાણસ્માની મામલતદાર કચેરીમાં જમીનના ઉતારા મેળવવા સવારથી જ ખેડૂતોની લાંબી કતારો   25/12/2018

 
 
 
               ચાણસ્મા તાલુકામાં દુષ્કાળની પરિÂસ્થતિને ધ્યાને લઈ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રૂ.૬૮૦૦ ના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેથી તાલુકા મથકે જમીનના ઉતારા મેળવવા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જાવા મળી રહી છે. જ્યારે બીજીબાજુ ગ્રા.પં.માં સ્ટેશનરીના અભાવે તેમજ નેટવર્કની ખામીને કારણે ઉતારાની કામગીરી સ્થગિત થઈ જવાથી ખેડૂતોને કચેરીના ચક્કર કાપવા મજબૂર બનવું પડ્યું છે.
ચાલુ ચાલે વરસાદ ન પડવાને કારણે ચાણસ્મા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયો છે. પરંતુ સરકાર દ્વરા અગાઉ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ ખેડૂતોની રજૂઆતને પગલે તાલુકાના અછતગ્રસ્ત ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ.૬૮૦૦ પ્રમાણે સહાય આપવાનો આદેશ મહેસૂલ વિભાગ દ્વારા કરાયો છે. પરંતુ આ તાલુકા આવેલી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં જમીનના ઉતારા સહિત અન્ય સ્ટેશનરી મામલતદાર કચેરી પહોંચાડવામાં આવી નથી તેવી બૂમરાડ ઉઠી છે અને કેટલાક અંતરિયાળ ગામોમાં નેટવર્કની ખામીને કારણે તાલુકાના મોટાભાગના ખેડૂતોએ મામલતદાર કચેરીએ લાંબા થવાની ફરજ પડી છે. જમીનના ઉતાર મેળવવા વહેલી સવારથી જ શિયાળાની કકડતી ઠંડીમાં મામલતદાર કચેરીમાં ખેડૂતોની લાંબી કતારો જાવા મળે છે અને સાંજ સુધી ખડે પગે લાઈનમાં ઉભા રહેવાની નોબત આવતાં ચિંતામાં વધારો થયો છે.
જાણવા મળે છે તે મુજબ કેટલીક ગ્રામ પંચાયતોમાં વીસીઈની નિમણૂંક કરવામાં નહીં આવતાં ઉતારાની કામગીરી થઈ શકતી નથી. તેમજ તાલુકાના તલાટીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી જરૂરી સ્ટેશનરી પણ પૂરી પાડવામાં આવતી નથી. જેના કારણે આ કામગીરી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. એકબાજુ કુદરતના પ્રકોપ અને બીજીબાજુ વહીવટી તંત્રની નિષ્ફળતાનો ભોગ આ તાલુકાનો ખેડૂત બની રહ્યો છે.

Tags :