02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠાના ડોભાડા પ્રાથમિક શાળા તાળાબંધી પ્રકરણમાં આચાર્ય સહિત બે શિક્ષક - શિક્ષિકાની બદલી

સાબરકાંઠાના ડોભાડા પ્રાથમિક શાળા તાળાબંધી પ્રકરણમાં આચાર્ય સહિત બે શિક્ષક - શિક્ષિકાની બદલી   19/06/2019

વડાલી તાલુકાની ડોભાડા પ્રાથમિક શાળાના શિક્ષકોના અસભ્ય વર્તનને કારણે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી શાળાની તાળાબંધી બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી આચાર્ય સહિત બે શિક્ષક અને એક શિક્ષિકાની હિયરીંગ બાદ બદલી કરતા શિક્ષકગણમાં ફફડાટ વ્યાપી ગયો છે. અન્ય શિક્ષકો સામે શિસ્ત વિરુદ્ધ કામગીરી બદલ પગલા લેવામાં આવનાર છે.
 
ડોભાડા પ્રાથમિક શાળાના શિક્ષકો છેલ્લા દોઢેક વર્ષથી અંદરો અંદર ઝઘડા કરી એક બીજાને નીચા દેખાડવા અને જાહેરમાં બિભત્સ વાણી વિલાસ કરતા હોઇ ગ્રામજનો તોબા પોકારી ગયા હતા. પરંતુ નવુ સત્ર શરુ થતાની સાથે આ શિક્ષકોએ ફરીથી ઝઘડા શરૂ કરતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગઇ હતી અને ગત સોમવારે શાળાના તમામ ઓરડા અને મુખ્ય દરવાજાને તાળાબંધી કરી શિક્ષકોને વિદાય કરી દીધા હતા.
 
પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ તમામ શિક્ષકોને હિંમતનગર બોલાવ્યા હતા. સોમવારે મોડી રાત સુધી ચાલેલ હિયરીંગ બાદ શાળાના આચાર્ય કમલેશભાઇ મગનભાઇ પટેલ, શિક્ષકા હસુબેન કેશવલાલ પટેલ અને શિક્ષક પ્રકાશભાઇ ધુળાભાઇ પરમારની બદલી કરાઇ હતી.

Tags :