બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારીને ધમકી મળી હોવાની રાવ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીને ધમકી મળતા આરોગ્ય અધિકારીએ પાલનપુર પોલીસ મથકે ધમકી આપનાર ઈસમ સામે કાર્યવાહી કરવાની લેખિત ફરિયાદ કરી છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી એસ.જી. શાહને  આજે અજાણ્યા મોબાઈલ પરથી ધમકી મળી હતી. અધિકારી શાહ પાસે ધમકી આપનાર ઇસમે આંગણવાડી અને આશા વર્કરોના નામ અને નંબરની માગણી કરી હતી. જોકે, પોતાના સ્ટાફની માહિતી ન આપનાર આરોગ્ય અધિકારીને અપશબ્દો  બોલી જોઈ લેવાની ધમકી આપતા આરોગ્ય અધિકારી એ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે લેખિત ફરિયાદ આપી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.