ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓની તારીખ જાહેર

ધોરણ ૧૦ અને ૧૨ની સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા જાહેર થઇ ગઇ છે. આગામી ૫ માર્ચ થી ૧૭ માર્ચ સુધી ધો-૧૦ની બોર્ડ પરીક્ષા યોજાશે જ્યારે ૫ માર્ચ થી ૨૧ માર્ચ ધો-૧૨ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ ૧૦માં કુલ ૨૯ નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૯ નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦નું એકેડમિક કેલન્ડર જાહેર કરાયુ છે. જે મુજબ માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષાઓ ૫ માર્ચથી શરૃ થશે.નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ ૨૪૬ દિવસો રહેશે.જ્યારે ૪મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.