ધાનેરા પોલીસનું સફળ ઓપરેશન : યુવતીઓને ધમકાવી બારોબાર વેચી દેતી દલાલ ટોળકી પકડાઈ

ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન રાજસ્થાન રાજ્યના સાંચોર તરફ એક ઈકો ગાડી (નં.જીજે ૦ર બી.એચ.૮પર૧)માં ચાલક સાથે સાત પુરૂષ અને તેઓની વચ્ચે એક મહીલા બેસેલ હતી. જે ગાડીને ઉભા રાખવા ઈશારો કરવા છતાં ચાલકે તેની ગાડી ઉભી રાખેલ નહિં અને સાંચોર તરફ ભગાડી મુકેલ તેમજ ગાડીમાં બેસેલ મહીલાએ બચાવો બચાવોની બુમો પાડતાં ફરજ ઉપરના કર્મચારીઓએ ઈકો ગાડીનો અન્ય લોકોની મદદ મેળવી પીછો કરી પકડી લીધેલ ત્યારબાદ ધાનેરા પો.સ્ટેમાં તમામને ગાડી સાથે લઈ આવતાં તમામની મૌખીક પુછપરછ કરતાં એક મહીલાને આજથી આશરે ચારેક મહિના પહેલાં પુષ્પાબેન જાદવ (રહે.અમદાવાદ નરોડા)એ હોટલ લોયર કૈટર્સમાંથી મજુરી ધંધા ઉપરથી ધાક ધમકીઓ અને દબાણ કરી તેણીના ઘરે લઈ ગયેલ અને ચાર મહિના સુધી તેના ઘરમાં રાખી અલગ અલગ પુરૂષ પાત્રને બતાવી મહીલાને દલાલ સોમભા શીવસીંગ વાઘેલા (રહે.વાઘવા તા.સતલાસણા જિ.મહેસાણા તથા ગીતાબેન માળી (રહે.પાલનપુર બનાસકાંઠા) તથા સવિતાબેન ઠાકોર (રહે.અમીરગઢ, બનાસકાંઠા) તથા સેતાનસી શીવસિંહ રાજપુત (રહે.પીથાઘર (મુણવાની બાજુમાં) તા.શીવ જિ.બાડમેર રાજસ્થાન) મારફતે બારોબાર વેચી નાખવા પ્રયત્ન કરેલ અને છેલ્લે તમામ દલાલોએ સાથે મળી સ્વરૂપસિંહ પીરદાનસિંહ રાજપુત (રાઠોડ) (રહે.પીથાઘર (મુણવાની બાજુમાં) તા.શીવ જિ.બાડમેર રાજસ્થાન) તથા ખેરાજસિંહ ચતરસિંહ સોઢા (દરબાર) (રહે.પીથાઘર (મુણવાની બાજુમાં) તા. શીવ જિ.બાડમેર રાજસ્થાન) તથા ઉગમસિંહ કિશનસિંહ સોઢા (દરબાર) રહે.પીથાઘર (મુણવાની બાજુમાં) તા.શીવ જિ.બાડમેર રાજસ્થાન) તથા ગેમરસિંહ બચલસિંહ રાજપુત (રાઠોડ) (રહે.પીથાઘર (મુણવાની બાજુમાં) તા.શીવ જિ.બાડમેર રાજસ્થાન) તથા કનુસિંહ સરદારસિંહ વાઘેલા (રહે.ઝેરડા તા.ડીસા જિ.બનાસકાંઠા) તથા ભેરૂભા શાન્તુસિંહ વાઘેલા (રહે.ઝેરડા તા.બનાસકાંઠા) ફોનથી સંપર્ક કરી તથા તમામ દલાલો સંપર્કમાં રહી પૂર્વ પ્લાન તૈયાર કરી મહીલાને અમદાવાદથી એક સીલ્વર કલરની સેન્ટ્રો ગાડીમાં આખોલ ચાર રસ્તા ડીસા ધાનેરા તરફ આવતા હાઈવે રોડ સુધી લાવી ત્યાંથી એક ઈકો ગાડી (નં.જીજે ૦ર બી.એચ ૮પર૧)માં બેસાડી રાજસ્થાન રાજ્યના શીવ તાલુકાના પીથાઘર (મુણવાની બાજુમાં) ગામે ભગાડી લઈ જતાં પોલીસ ચેકીંગ દરમ્યાન ભોગ બનનાર મહીલા સાથે સેતાનસી શીવસિંહ રાજપુત તથા સ્વરૂપસિંહ પીરદાનસિંહ રાજપુત (રાઠોડ) તથા ખેરાજસિંહ ચતરસિંહ સોઢા (દરબાર) તથા ઉગમસિંહ કિશનસિંહ સોઢા (દરબાર) તથા ગેમરસિંહ બચલસિંહ રાજપુત (રાઠોડ) તથા કનુસિંહ સરદારસિંહ વાઘેલા તથા ભેરૂભા શાન્તુસિંહ વાઘેલા તા.૧૩/૧૧/ર૦૧૮ના પકડાઈ ગયેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.