પાલનપુરમાં બાળકી અપહરણ કેસમાં નિઃ સંતાન માતાએ બાળક પામવા ગર્ભવતી હોવાનો ડોળ કર્યો

પાલનપુરમાં જોરાવર પેલેસ નજીકથી ગુરૂવારે સાંજે બાળકીનું અપહરણ કરનારી નિઃ સંતાન મહિલાએ બાળક પામવા માટે નવ માસ સુધી પેટ ઉપર ઓશિકું બાંધી રાખ્યું હતુ અને નવ માસ પુરા થતાં બાળક જન્મ્યું હોવાનું બતાવવા બાળકીનું અપહરણ કર્યુ હતુ. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લઇ સમગ્ર પ્રકરણ પરથી રહસ્યનો પડદો ઊંચક્યો હતો.
 
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળે મિડીયા સમક્ષ જણાવ્યું હતુ કે, પાલનપુર માલણ દરવાજા નજીક ઝમઝમ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેતી સીમાએ પોતાને સંતાન ન હોવાના લીધે કોઈના તાજેતર જન્મેલા બાળક ની ઉઠાંતરી કરવાના ઇરાદે તેણે નવ માસ અગાઉ પ્લાન તૈયાર કર્યો  હતો. અને તે પ્લાનને અમલમાં મુકવા માટે સરકારી યોજનાનો લાભ અપાવવાના નામે જનતા નગર ટેકરા વિસ્તારમાં લોકો પાસેથી ઘરે ઘરે જઇને ડોક્યુમેન્ટ  ભેગા કર્યા હતા. જે ડોક્યુમેન્ટના આધારે તાજેતરમાં જન્મેલા બાળકની વિગત જાણી હતી. અને જનતા નગરમાં રહેતી મેહરુનબેન શેખના ઘરે જઇને તેમના પરિવાર સાથે વિશ્વાસ કેળવ્યો હતો. 
 
દરમિયાન ગુરૂવારે સીમા મેહરૂનબેનના ઘર પહોંચી હતી અને  દીકરી નામે જનસેવા કેન્દ્રમાં ફોર્મ ભરી ૫૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપી હતી. આથી મેહરૂનબેન તેમનીદોઢ મહિના ની બાળકી અને પોતાની બહેન બીલકીસબેન સાથે પાલનપુર જન સેવા કેન્દ્રમાં ગયા હતા. જ્યાં મોકાનો ફાયદો ઉઠાવી દોઢ મહિના બાળકી લઈને  સીમા બાળકીને લઇ રીક્ષામાં ફરાર થઈ ગઈ હતી. જેની જાણ થતાં જ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અને પોલીસે ગણતરીના કલાકોમાં જ સીમાને ઝડપી લઇ પરિવારને સોંપી હતી. જ્યારે સીમા વિરૂધ્ધ પશ્વિમ પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળએ ચોંકાવનારી માહીતી આપતા જણાવ્યું  હતું કે, આરોપી મહિલા સીમા એ નવ માસ સુધી પેટ પર કાપડ નું ઓસુકી બાંધી રાખ્યું હતું. અને નવ માસ સુધી  ગર્ભવતી હોવાનું નાટક કરી તેના પતિ ને પણ ખબર પડવા નો હતી દીધી અને જ્યારે નવ માસ પુરા થયા ત્યારે બાળકી નું અપહરણ કરી સંતાન થયું હોવાનું સમાચાર વહેતા કર્યા હતા જો કે, પોલીસ તેને ઝડપી પાડતા તેણીની ગર્ભવતી ન હોવાનો ભાંડો ફૂટયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.