ગુજરાત HCનું અવલોકનઃ મરઘીથી સિંહોમાં વાયરસ ફેલાયો, ગેરકાયદેસર લાયન શો અને પજવણીથી નારાજ

 સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે અને લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શક્યતા છે. હાઈકોર્ટ ગેરકાયદેસર લાયન શો અને સિંહોની પજવણીથી લાલઘૂમ થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 23 સિંહોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે હજુ પણ કેટલાક સિંહો વાયરસની અસરતળે છે.

ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.

વન વિભાગેના સુત્રો કહે છે રહેઠાણ ધરાવતા અન્ય તમામ સિંહોનું આરોગ્ય ચકાસવાનાં હેતુસર સિંહોનું રેસ્ક્યુ કરી જશાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવી તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. તમામ સિંહોનાં જુદા-જુદા સેમ્પલો લઇ તેને નેશનલ ઇન્સ્ટિટ્યુટ વાયરોલોજી (એન.આઇ.વી.) પુના, વેટરનરી કોલેજ જૂનાગઢ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને મોકલવામાં આવ્યા છે. તારીખ 20થી ૩૦ એટલે કે 10 દિવસમાં દલખાણિયા રેન્જનાં વનવિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલા કુલ 10 સિંહોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઈજા પામેલા રેસ્ક્યુ કરેલા તમામ સિંહોનાં લોહીના નમૂના અને મૃત્યુ પામેલા સિંહોનાં ટીસ્યુનાં નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી(એન.આઇ.વી.) પુનાના રિપોર્ટમાં ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે 6 કેસોમાં વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલા રિપોર્ટમાં TICKSથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફેક્શન જોવા મળ્યા છે. આ તમામ ઈન્ફેક્શન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પૂરતું મર્યાદિત જોવા મળ્યું છે.

વન તંત્ર હાલ સિંહોને અલગ અલગ સ્થળોએથી રેસ્ક્યુ કરી રહી છે. રેસ્ક્યુ સમયે સિંહને જે ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવે છે અને તેને સારવાર અને રિપોર્ટ કરવામાં આવે છે. જો કે, આ રેસ્ક્યુ સમયે દેવાતા ઇન્જેક્શનનો ડોઝ વધી જાય તો પણ સિંહ માટે ખતરો પેદા થતો હોય છે અને સારવારમાં આવા ઇન્જેક્શનથી તેની શક્તિમાં ઘટાડો પણ થતો હોય છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.