બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ મંડળીમાં ગેરરીતિ મામલે ગંભીર રજુઆત

પાલનપુર : બનાસકાંઠા માં પાલનપુરની પ્રાથમિક શિક્ષણ મંડળીમાં લાખોનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પ્રા.શિક્ષકોની ધિરાણ મંડળીમાં પણ લાખો રૂપિયાના ગોટાળા અંગે પૂર્વ ચેરમેન ગણેશભાઈ હેમતાભાઈ પટેલે ન્યાયિક તપાસ માટે જિલ્લા રજીસ્ટાર પાલનપુર અને સંયુક્ત રજીસ્ટાર અમદાવાદને લેખિત ફરિયાદ કરતા પ્રાથમિક શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા ની પ્રાથમિક શિક્ષકોની ધિરાણ મંડળીમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી સામાન્ય સભાના એજન્ડા ન મળતાં અને તેના હિસાબો માંગવા છતાં પણ સત્તાધીશો દ્રારા મંડળીના હોદ્દેદારો તેમજ કર્મચારીઓને હિસાબો આપવા માં ન આવતા મંડળીના વહીવટ માં ગોટાળા થયા હોવાની આશંકાએ માહિતી અધિકાર હેઠળ માહિતી મંગાવા માં આવેલ જેમાં મંડળીના હોદ્દેદારો અને મેનેજરે થાપણ વ્યાજ,ફર બચત વ્યાજ,શેર ડેવિડંડ,મકાન મરામત,કર્મચારીઓના પગારો,વકીલ ફી, મુસાફરી, સરભરા, બોનસના નામે લાખો રૂપિયાના ગોટાળા થયા હોવાનું બહાર આવતા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા માં આવી છે. મંડળી માં થાપણ વ્યાજ અને શેર ડિવિડન્ડ ના નામે જે જોગવાઈઓ કરવા માં આવેલ છે અને જેટલી થાપણો પરત આપેલ છે તેની સામે ચૂકવવાપાત્ર વ્યાજ કરતાં વધુ રૂપિયા ઉધારીને  ગોટાળો કરવા માં આવતા મંડળીના પૂર્વ ચેરમેને થાપણ રસીદી,શેર ડિવિડન્ડ અને ફર બચત વ્યાજ જે ચુકવેલ છે તેની સામે થતા વ્યાજની તપાસ કરવાની સ્પષ્ટ માગણી કરી છે. અને કર્મચારીઓના પગાર અને તેમને ઉધારેલ ૫૦૦૦થી વધારે ના બિલોના ખર્ચાઓના બિલોની ખરાઇ કરવા અંગે ની માંગ કરી છે જોકે અગાઉ પાલનપુર તાલુકા શિક્ષકોની મંડળીમાં પણ લાખો રૂપિયાના કૌભાંડ બાબતે તપાસ થયેલ છે તેની સામે પણ પૂર્વ મેનેજરે ઓડિટર ગ્રેડ ૧ ને તપાસ આપવા લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી ત્યારે  રજીસ્ટ્રાર દ્રારા આ મામલે તટસ્થ તપાસ કરવા માં આવે તેવી શિક્ષક આલમ માં માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.