પાલનપુરની જુની આર.ટી.ઓ. નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત

પાલનપુર-આબુહાઈવે પર જુના આર.ટી.ઓ નજીક આજે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્‌નસીબે અકસ્માતમાં જાનહાનિની ઘટના ટળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જુના આર.ટી.ઓથી રાજપુર તરફ જવાના માર્ગમાં ચાલી રહેલા રેલ્વેના કામમાં રેતી ભરીને આવતા ડમ્પરો બેફામપણે ચાલતા હોઈ અવાર-નવાર અહી ગમખ્વાર અકસ્માતો સર્જાય છે તેમાં વધુ એક અકસ્માત સર્જાતા હવે બેફીકરા ડમ્પર ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આબુરોડ તરફથી આવી રહેલ બે ડમ્પરો પાલનપુર જુના આર.ટી.ઓ રાજપુર તરફ જવાના માર્ગ પાસે ઓવરટેક કરતા સમયે અથડાયા હતા. જેને પગલે એક ડમ્પરના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જા કે આ ડમ્પર ટકરાયા તે સમયે કોઈ અન્ય વાહન અહીથી પસાર ન થતા મોટી જાનહાનિની ઘટના ટળી ગઈ હતી. જેને પગલે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ રોડ પર બેફામપણે દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. રાજપુર રોડ પર રેલ્લાઈનનું કામ ચાલી રહ્યુ છે તેમાં રેતી ભરીને મોટી સંખ્યામાં ડમ્પરો હેરાફેરી કરી રહ્યા છે અને આ ડમ્પર ચાલકો કોઈપણ પ્રકારની દરકાર લીધા વિના જ બેફામપણે ડ્રાઈવીંગ કરતા હોઈ અવાર-નવાર અકસ્માતો સર્જાય છે ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ બેફામપણે દોડતા વાહન ચાલકો સામે પગલા ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.