02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / બાયડ નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ

બાયડ નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ   07/09/2018

  બાયડ નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ
 
મોડાસા
 અરવલ્લી જિલ્લાની બાયડ નગર પાલિકા છેલ્લા અઢી વર્ષથી પ્રમુખ પદના હોદ્દાને લઇ વિવાદોમાં રહી છે. અઢી વર્ષમાં નગર પાલિકામાં ત્રણ પ્રમુખ બદલાઈ ચુક્યા છે. ત્યારે  બાયડ નગર પાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખના કાર્યકાળના અઢી વર્ષની મુદત પૂરી થતાં આજે પ્રમુખ ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી .હાલ આ ભાજપ શાષિત બાયડ નગર પાલિકામાં ભાજપ ના ૧૨ સભ્યો , એનસીપીના ૧૧ સભ્યો અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૨૪ સભ્યો હતા.ત્યારે આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ડખો બહાર આવ્યો હતો ભાજપના  એક સભ્ય શાહીનબાનુંના સહારે એંનસી પીએ ૧૩ મત મેળવ્યા હતા અને સત્તા મેળવી હતી અને પ્રમુખ તરીકે ભાજપ માંથી એંનસીપીમાં ગયેલા  શાહીન બાનું મલેક પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે  ઉપ પ્રમુખ તરીકે એનસીપીના ભલુભાઈ પટેલ પણ ૧૩ મતે ચૂંટાયા હતા  ત્યારે નગર પાલિકામાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ફરી એક વાર ભાજપમાં ડખો સામે આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે

Tags :