ચીનમાં ડોક્ટરોએ બ્રેનડેડ જાહેર કરેલા 7 દર્દીઓને AIની મદદથી વર્ષ દરમિયાન ભાનમાં આવી ગયા

ચીનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે મોટી સફળતા મેળવી છે. અહીં કોમામાં સરી ગયેલા 7 દર્દીઓને ડોક્ટરોએ વર્ષ પૂર્વે બ્રેનડેડ જાહેર કર્યા હતા. કહ્યું હતું કે હવે તેમના ભાનમાં આવવાની કોઈ શક્યતા નથી. એઆઈ ડોક્ટરની મદદ લેવાઈ તો તેણે કહ્યું કે આશા જીવંત છે. વર્ષભરમાં દર્દી ભાનમાં આવી શકે છે. આખરે એઆઈ ડોક્ટરે અસલ ડોક્ટરોને ખોટા સાબિત કરી દીધા. સાતેય દર્દીની વર્ષ દરમિયાન સારવાર કરી અને હવે તમામની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે. તમામના શરીરમાં હિલચાલ દેખાઈ રહી છે.
 
આ 7 દર્દીઓમાં એક 19 વર્ષનો યુવાન હતો, એક વૃદ્ધ મહિલા અને 5 અન્ય દર્દી હતા. આ તમામ કોઈને કોઈ દુર્ઘટનાના ભોગ બન્યા હતા જેના બાદ તે વેજિટેટિવ સ્ટેટમાં જતા રહ્યા હતા. એટલે કે કોમામાં સરી ગયા હતા અને સુધારનાં કોઈ લક્ષણ દેખાતાં નહોતાં. ડોક્ટરોએ રિકવરી સ્કેલ પર 23 પોઇન્ટ આપ્યા. તેનો અર્થ એમ થાય કે દર્દીની સામાન્ય થવાની આશા નહિવત્ છે. જેટલા ઓછા પોઈન્ટ હોય રિકવરીની શક્યતા તેટલી વધારે હોય છે. ડોક્ટરોએ આ દર્દીઓના પરિજનોને સ્પષ્ટ કહ્યું હતું કે હવે કોઈ આશા બાકી નથી અને પરિજન આ દર્દીઓનાં અંગદાન વિશે વિચારી શકે છે.
 
જ્યારે અહીં કોમા રિકવરી ટેસ્ટ એઆઈ ડોક્ટરની મદદથી કરાવાયો તો તેણે દર્દીઓને 20 પોઈન્ટ આપ્યા અને કહ્યું કે તેમની હાલતમાં વર્ષમાં સુધારો થઈ શકે છે. તેના પછી દર્દીઓની સારવારની જવાબદારી એઆઈના હવાલે કરાઈ. આખરે હવે સકારાત્મક પરિણામ મળ્યાં છે. દર્દીઓની સ્થિતિ સુધરી છે. તેમનાં અંગો હલનચલન કરવા લાગ્યાં છે. આ 7માંથી એક દર્દી તો એવો પણ છે જે 50 ટકાથી વધુ રિકવરી મેળવી ચૂક્યો છે.
 
8 વર્ષના રિસર્ચ બાદ AI ડૉક્ટર તૈયાર બેઈજિંગની ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સ અને પીએલએ જનરલ હોસ્પિટલે મળીને આ એઆઈ ડોક્ટર તૈયાર કર્યો છે. તેને 8 વર્ષના રિસર્ચ બાદ 2017માં સંપૂર્ણપણે તૈયાર કરાયો. અત્યાર સુધી તે મેજર સર્જરીમાં ડોક્ટરોની મદદ કરતો હતો પણ ડેવલપર્સનો દાવો છે કે તે હવે એકલો સારવાર કરવા સક્ષમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.