02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / આજથી ૩૦ વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરમાં ૩૦ હજાર હિંદુ પંડિતો વિસ્થાપિત થયાની વરસી

આજથી ૩૦ વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરમાં ૩૦ હજાર હિંદુ પંડિતો વિસ્થાપિત થયાની વરસી   21/01/2019

રાષ્ટ્રગીત ને પૂરું ગાવા તેમજ પાઠ્‌યપુસ્તકમાં ઉમેરવા 
અખિલ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રજૂઆત કરાઈ 
 
 
                આજથી ૩૦ વર્ષ પહેલા જમ્મુ  કાશ્મીરમાં ૩૦ હજાર હિંદુ પંડિતો વિસ્થાપિત થયા ની વરસી છે ત્યારે આજે સાબરકાંઠાના હિમતનગર ખાતે નાયબ જીલ્લા કલેકટરને આવેદન આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ભારતના રાષ્ટ્રગીત ને પૂરું ગાવા તેમજ પાઠ્‌યપુસ્તકમાં ઉમેરવા માગ કરી છે 
ભારતનું અભિન્ન અંગ ગણાતા જમ્મુ કશ્મીરમાં ૩૦ વર્ષ અગાઉ  સ્થાનિક લોકોના વારંવાર હેરાનગતિથી કંટાળીને પોતાની જન્મભૂમિ છોડી અન્ય સ્થાનો પર પલાયન થયા હતા જેના પગલે આજે સાબરકાંઠા અખિલ ભારતીય હિંદુ સંગઠન દ્વારા રેલી કરી નાયબ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું છે તેમજ આ મુદ્દે પ્રધાનમંત્રીને લેખિતમાં આવેદન આપવા માટે રજૂઆત કરી હતી તેમજ રાષ્ટ્ર ગીતને પૂર્ણ ક્ક્ષાએ ગાવા તેમજ તમામ પાઠ્‌યપુસ્તકોમાં પ્રિન્ટ કરવા અજુઆત કરી છે. આજે આ મુદ્દે સમગ્ર ભારતમાં તમામ જીલ્લા મથકોએ અખિલ ભારતીય વિશ્વ હિંદુ સંગઠન દ્વારા રજૂઆત કરાઈ છે તેમજ સાબરકાંઠામાં છેલા કેટલાક સમયથી લવ જેહાદના પગલે ૬ જેટલી સગીરાઓના અપહરણ તેમજ લલચાવીને જેહાદી કૃત્યો કરાયા છે ત્યારે આ મુદ્દે આગામી સમયમાં જો કોઈ ઠોસ પગલા નહિ ભરાય તો  ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપાઈ છે.

Tags :