02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત બગડી: અમદાવાદની હોસ્પિટલમાં દાખલ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત બગડી: અમદાવાદની હોસ્પિટલમાં દાખલ   04/08/2018

ગાંધીનગર: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત આજે સવારે અચાનક જ લથડી હતી. આથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમની તબિયતમાં યોગ્ય રીકવરી નહિ જણાતાં શિક્ષણ મંત્રીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે આજે સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક જ બગડી હતી. તેમને ઝાડા-ઉલટી થતા તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમની તબિયતમાં યોગ્ય રીકવરી નહિ જણાતાં શિક્ષણ મંત્રીને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ધોળકા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગઈકાલે બહારગામ પ્રવાસે હતા. આ પછી સાંજે ગાંધીનગર પરત ફર્યા હતા. જેમાં આજે સવારે અચાનક જ તેમને ઝાડા-ઉલટી થઇ જતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બાદ અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લે મળતા સમાચાર મુજબ તેમની તબિયત હવે સુધારા પર છે.

Tags :