AMTSમાં કાયમી કર્મચારી કરતાં પેન્શનર દોઢ ગણા વધુ

અમદાવાદ: દરરોજ એક કરોડ રૂપિયાની ખોટ કરનાર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ લાંબા સમયથી શાસક ભાજપ પક્ષની અણઘડ નીતિના કારણે ખાનગી ઓપરેટરોને હવાલે થઈ ગઈ છે. રોજ રસ્તા પર દોડનારી આશરે ૭૦૦ બસ પૈકી ૬૦૫ બસ તો ખાનગી ઓપરેટરોની છે.

 

ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા દર વર્ષે રૂ. ૧૬૦ કરોડ જેટલી જંગી રકમ ચૂકવાતી હોઈ આનાથી પણ સંસ્થા માટે આર્થિક રીતે હાનિકારક બની છે. બીજી તરફ આ પ્રકારની ઊલટી ગંગા વહેવાથી આજે સંસ્થામાં કાયમી કર્મચારી કરતાં દોઢ ગણા પેન્શનર છે.

 

એએમટીએસની પોતાની માલિકીની માંડ ૯૫થી ૧૦૦ બસ હોઈ સંસ્થા દ્વારા હવે પોતાના કાયમી કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ફાળવાઈ રહ્યા છે. એએમટીએસના કાયમી ડ્રાઈવર આજે ફાયર બ્રિગેડના અને સેન્ટ્રલ વર્કશોપના વાહન ફેરવે છે તો કાયમી કંડક્ટરને ઈ-ગવર્નન્સ, એસ્ટેટ, ટેક્સ વગેરેમાં ફાળવાયા છે. .

 

અત્યારે તો એટલી હદે સ્થિતિ કથળી છે કે ખુદાબક્ષને ઝબ્બે કરવાની ફ્લાઈંગ સ્કવોડમાં પણ સ્ટાફની કારમી અછત થવાથી વર્કશોપના હેલ્પરને ઉતારુઓની ટિકિટ તપાસવાની કામગીરી સોંપાઈ છે. .

જાણકાર સૂત્રો કહે છે, વર્ષ ૨૦૦૨-૦૩માં સંસ્થાના ચોપડે ૫૪૦૩ કાયમી કર્મચારી અને ૨૬૫૭ પેન્શનર હતા. ત્યાર પછીના વર્ષ ૨૦૦૩-૦૪માં ૪૨૫૦ કાયમી કર્મચારી અને ૩૧૪૦ પેન્શનર હતા. આ સમયગાળામાં કાયમી કર્મચારીની સંખ્યા પેન્શનર કરતાં વધુ હતી. .

 

પરંતુ જેમ જેમ એએમટીએસનું ખાનગીકરણ થયું ગયું તેમ તેમ ડ્રાઈવર અને કંડક્ટર જેવા કાયમી કર્મચારી પણ ઘટતા ગયા. તંત્ર દ્વારા કાયમી કર્મચારીઓનો પગાર પોષાતો નથી તેવા બહાનાસર નવી ભરતી સમૂળગી બંધ કરી દેવાઈ અને બીજી તરફ બસનું સ્ટિયરિંગ ખાનગી ઓપરેટરના ડ્રાઈવરને સોંપાતું ગયું. .

 

કરકસરના બહાના હેઠળ ૬૦૦થી વધુ કર્મચારીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાળવ્યા હોવાની જાહેરાત એએમટીએસના ચાલુ વર્ષના બજેટમાં કરનાર ભાજપના શાસકોની દૃષ્ટિહીન ની‌િતના કારણે ત્યાર પછી પણ કોર્પોરેશનને ફાળવાયેલા સંસ્થાના કર્મચારીઓનો પગાર સંસ્થા જ ચૂકવી રહી છે. તેના કારણે નિયમિત રીતે બસને રૂટ પર મૂકી શકાતી નથી અને સ્ટાફના અભાવે બસ ડેપોમાં જ પડી રહે છે અને દરરોજ સેંકડો ઉતારુઓ રઝળી પડે છે. .

 

ગત નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૦૮૦ કર્મચારી સામે ૪૮૫૦ પેન્શનર હતા તો ગત નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૦૦૦ કર્મચારી સામે પેન્શનરની સંખ્યા સતત વધતી જવાથી ૪૯૦૦ થઈ હતી. એક અંદાજ પ્રમાણે સંસ્થા દ્વારા દર મહિને રૂ. ૮ કરોડ જેટલી માતબર રકમ પેન્શનરોને પેન્શન તરીકે ચૂકવાઈ રહી છે. જાણકાર સૂત્રો કહે છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.