હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે “સ્વચ્છતા રથ”નુ પ્રસ્થાન .

સાબરકાંઠા : સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત  સ્વચ્છ ગુજરાત કાર્યર્ક્મ -૨૦૨૦ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિ માટે  તા. ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે હિંમત હાઇસ્કૂલના મેદાનમાંથી “ સ્વચ્છતા રથ “ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા સમાહર્તાશ્રી સી.જે.પટેલ. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાનુ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્ર પિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમનુ સ્વચ્છ ભારતનુ સ્વપ્ન પૂર્ણ કરવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ખુબ જ ઉત્સાહિત છે તેમણે ભારતને સ્વચ્છ બનાવાના પ્રણ લઈ  વિવિધ કાર્યર્ક્મો અમલી બનાવ્યા છે. જોગાનુ જોગ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણીએ આ અભિયાનને સાર્થક કરી તેમણે સાચી શ્રધ્ધાંજલી આર્પી ગણાશે. કાર્યર્ક્મના એક ભાગ રૂપ આ સ્વચ્છતા રથનો આરંભ કર્યો છે. આ રથ દ્રારા હિંમતનગર શહેર વિસ્તારમાં  સ્વચ્છતાનુ મહત્વ અને તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને લોકજાગૃતિનો સંદેશો ઘેર-ઘેર પહોચાડશે તેમાં લોકોને સહયોગ આપવા જાહેર અપિલ કરાઇ છે. 
આ  સ્વચ્છતા રથમાં આવેલ એલ.ઇ.ડી. ર્સ્કીન દ્રારા સ્વચ્છતાનુ પ્રદર્શન બતાવવામાં આવેલ તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સખી મંડળની બહેનોને સ્વચ્છ ભારતના પ્રતિક રૂપે કાપડની થેલીઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં   નગરપાલિક ાના ચાર સફાઇ કામદારોને શ્રેષ્ઠ સફાઇની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છાગ્રહીશ્રી મિતેશભાઇ ગજજરનુ સન્માન કરવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે ડિરેક્ટર જી.યુ.ડી.સી. શ્રી જે.ડી. પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિરૂધ્ધભાઇ સોરઠીયા, પ્રાંત અધિકારી યતિનભાઇ ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અલ્પેશ પટેલ, નગરપાલિકાના સભ્યો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઇ કામદારો સહિત  મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.