પાલનપુર રેલવે સ્ટેશનના મુસાફર ખાનામાંથી દારૂ ભરેલી બેગ મળી

પાલનપુર : પાલનપુર રેલ્વે પોલીસને ચેકીંગ દરમિયાન રેલવે સ્ટેશનના મુસાફર ખાનામાં બિનવારસી બેગ મળી હતી. જેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ દારૂ સહીતનો રૂપિયા ૬૮૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલનપુર રેલ્વે પીએસઆઈ પી. એફ. પઠાણની સુચનાથી સ્ટાફના એએસઆઈ પરેશભાઈ, સામળભાઈ, પંકજભાઈ, હર્ષદભાઈ સહીતનો સ્ટાફ પોલીસ સ્ટાફ રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતા. તે સમ યે મુસાફર ખાનામાં એક બિનવારસી બેગ પડેલી હતી. જેથી પોલીસને બેગ ઉપર શંકા જતા બેગની તલાશી લેવામાં આવી હતી. જે બેગમાંથી ૨૬ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૬૮૦૦નો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.