02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / શ્રીલંકામાં વિઝા પૂરો થવા છતાં રોકાયેલા 44 ભારતીયની ધરપકડ

શ્રીલંકામાં વિઝા પૂરો થવા છતાં રોકાયેલા 44 ભારતીયની ધરપકડ   06/09/2019

શ્રીલંકામાં પ્રવાસન અધિકારીઓએ ગુરુવારે 44 ભારતીયોની તેમની વિઝાની મુદત પૂરી થવા છતાં રોકાવા બદલ ધરપકડ કરી લીધી. અધિકારીઓ મુજબ આ લોકો મુદતના ત્રણ મહિના કરતાં વધુ સમય સુધી શ્રીલંકામાં રોકાયેલા હતા. તેમને કોલંબોના પરા વિસ્તાર સ્લેવ આઇલેન્ડમાં એક નિર્માણ સ્થળે કામ કરતી વખતે પકડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ ભારતીય પુરુષો છે. તેમની વય 25થી 50 વર્ષની છે. પૂછતાછમાં જણાયું કે તેમને નિયમિત આધારે પગારની ચુકવણી કરાઇ નથી.
 
હવે તેમને મિરિહાના અટકાયત કેન્દ્રને સોંપાશે. એટલું જ નહીં, એક અલગ મામલે 18 અન્ય ભારતીયોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ લોકો ત્યાં કામ કરી રહ્યા હતા, જ્યાં તેમના વિઝામાં તેમને કામ કરવાની મંજૂરી નહતી. આ વર્ષે એપ્રિલમાં શ્રીલંકામાં ઇસ્ટર પર થયેલા હુમલા પછી સુરક્ષાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જેના લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :