02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મહીસાગર જીલ્લાના સંત પાર્કમાં ફોરેસ્ટ વિભાગે ગોઠવેલ નાઈટ વિઝન કેમેરામાં ‘વાઘ’ કેદ થયો

મહીસાગર જીલ્લાના સંત પાર્કમાં ફોરેસ્ટ વિભાગે ગોઠવેલ નાઈટ વિઝન કેમેરામાં ‘વાઘ’ કેદ થયો   13/02/2019

 
 
 
 
 
 
                                            મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમમાં થી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો વાઈરલ કરતા મહીસાગર જીલ્લામાં વાઘ હોવાની જીલ્લાના પ્રજાજનોમાં ચર્ચાતી મહીસાગર જીલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળતા મહીસાગર જીલ્લાના વનવિભાગ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત ૪૫ ગામમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ્સ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગે તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ગુપ્ત રીતે ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી નાઈટ વિઝન કેમેરા લગાવી દીધા હતા.મહીસાગર જીલ્લામાં વાઘ હોવાની ચર્ચા થી જીવદયા પ્રેમીઓ પણ રોમાંચિત બન્યા હતા પ્રજાજનોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું વનવિભાગ તંત્ર દ્વારા લગાવામાં આવેલા નાઈટ વિઝન કેમેરામાં વાઘના દ્રશ્યો કેદ થતા મહીસાગર વનવિભાગ તંત્ર દ્વારા મહીસાગર જીલ્લામાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી 
 

Tags :