થરાદ - વાવ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બેનાં મોત

થરાદ : થરાદ પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને જેમાં ખાસ કરીને બાઇક સવારો જેનો ભોગ બની રહ્યા છે ત્યારે આ વણથંભી અકસ્માતની વણજાર વચ્ચે સોમવારે વધુ ચારડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે જણનાં મોત નિપજતાં પંથકમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.
મળતી માહિતી મુજબ થરાદ વાવ હાઇવે પર આવેલા ચારડા ગામના પાટિયા નજીક સોમવારે સાંજના સમયે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે બાઇક ચાલક બે જણના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા અને મૃતક બંનની લાશોને થરાદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર થરાદ પંથકમાં ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.