02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્રના ઓચિંતા દરોડા

ડીસામાં પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્રના ઓચિંતા દરોડા   28/07/2018

ડીસામાં શુક્રવારે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના ફૂડ વિભાગ ની ટીમે શહેરમાં ૩૦ જેટલી પાણીપુરીની લારીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ૨૦ કિલો અખાદ્ય સડેલા બટાકા તથા ૫૦ લિટર અખાદ્ય પાણી ના જથ્થાનો નાશ કર્યો હતો જોકે આગામી સમયમાં પણ આરોગ્ય ને લઈ આ કામગીરી ચાલુ રહેશે તેમ  નગર પાલિકાની ટીમે જણાવ્યું હતું. શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે જ લોકોના આરોગ્ય સામે ખતરો તોળાય તે પૂર્વે તંત્રએ  તકેદારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી છે ડીસામાં છેલ્લા ઘણા સમયથી પાણીપુરી ના લારીઓ પર સડેલા બટાકા અને અખાદ્ય પાણી આપી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી હતી ત્યારે ડીસા નગરપાલિકાના ઇ.ફૂડ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ ગેલોત તથા તેમની ટીમ અને આરોગ્ય વિભાગના બી.એચ.ઓ તથા તેમની ટીમે શહેરમાં બગીચા સર્કલ જૂની કોર્ટ ફુવારા સર્કલ લેખરાજ ચાર રસ્તા સહિતના માર્ગો પર ઊભેલી અંદાજિત ૩૦ કરતાં વધુ પાણીપુરીની લારીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન વિવિધ પાણીપુરીની લારીઓ પરથી અખાદ્ય ૨૦ કિલો બટાકા તથા ૫૦ લિટર જેટલું પાણી મળી આવતા તેનો નાશ કરાયો હતો અને તમામ પાણીપુરી નીલ આર્યોના સંચાલકોને મૌખિક નોટિસ ફટકારવામાં આવી હતી અને આગામી સમયમાં જો ફરી તેઓ અખાદ્ય મુદ્દા માલ વેચતા જણાશે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી આરોગ્ય વિભાગ તથા નગરપાલિકાની કામગીરીના કારણે અખાદ્ય વેચાણ કરતા પાણીપુરી લારી ધારકોમાં ફફડાટ વ્યાપ્યો હતો
  

Tags :