પીગળેલાં આઇસ્ક્રીમને ફરી જમાવ્યા બાદ તેને ખાવું જીવલેણ સાબિત થઇ શકે છે, નિષ્ણાતે જણાવી હકીકત

દુનિયાભરમાં મેલ્ટેડ (પીગળેલાં) આઇસ્ક્રીમને ફરી જમાવવા માટે ફ્રીઝરમાં રાખવું ખૂબ જ નોર્મલ છે. જોકે, હાલમાં જ સામે આવેલાં એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે, આઇસ્ક્રીમને ફરી જમાવવો ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. યૂકેની એસ્ટન યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાઇન્સના લેક્ચરર આમરીન બશીરે આ વિશે લોકોને એલર્ટ કર્યાં છે. આમરીન પ્રમાણે પીગળ્યાં બાદ ફરી જમાવવામાં આવેલાં આઇસ્ક્રીમને ખાવો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
 
 આઇસ્ક્રીમ ખાવાથી વ્યક્તિનું વજન વધી શકે છે અને ડાયાબિટીઝ થવાના ચાન્સ પણ વધી જાય છે, આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ અનેકવાર આઇસ્ક્રીમ વ્યક્તિને ખૂબ જ બીમારી પણ બનાવી શકે છે. આ વિશે મોટાભાગના લોકો જાણતાં નથી.
વર્ષ 2015 માં અમેરિકાના કન્સાસ સ્ટેટમાં આઇસ્ક્રીમ ખાવાથી 5 લોકોને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું, ત્યાં જ 3 લોકોનું મૃત્યુ થઇ ગયું હતું. આ લોકોનું મૃત્યુ થયા બાદ તપાસમાં જાણવા મળ્યું કે તેમનું મૃત્યુ આઇસ્ક્રીમમાં રહેલાં લિસ્ટીરિયા નામના બેક્ટેરિયાના કારણે થયું હતું.
યૂકેની એસ્ટન યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાઇન્સની લેક્ચરર આમરીન બશીર પ્રમાણે, આઇસ્ક્રીમ ત્યારે પણ ખતરનાક બની શકે છે, જ્યારે તેને ફરી ફ્રોઝન(જમાવવા)માં આવે.
 
 મોટાભાગે જોવા મળે છે કે, લોકો ફ્રીઝરમાંથી આઇસ્ક્રીમ ખાવા માટે બહાર કાઢે છે, પરંતુ થોડીવાર પછી તેને ખાધા વિના જ ફરી ફ્રીઝરમાં મુકી દે છે. આ દરમિયાન આઇસ્ક્રીમ પીગળી પણ જાય છે.
રૂમ ટેમ્પ્રેચર પર આવતાં જ આઇસ્ક્રીમ ખૂબ જ ઝડપથી પીગળવા લાગે છે. સાથે જ, એવામાં દૂધ, ખાંડ જેવા પદાર્થોથી બનેલાં આ મિશ્રણની અંદર લિસ્ટિરિયા, સાલ્મોનેલા અને ઈ-કોલી જેવા બેક્ટેરિયાના ઉછેરનો ભરપૂર અવસર મળે છે. જે આઇસ્ક્રીમને જીવલેણ બનાવી શકે છે.
આમરીન પ્રમાણે જો આઇસ્ક્રીમને ખરાબ થવાથી બચાવવા માંગો છો તો આઇસ્ક્રીમને ફ્રીઝમાંથી જેટલો ખાવો હોય તેટલો જ કાઢવો અને બાકી ફ્રીઝરમાં રાખી દેવો જોઇએ. આઇસ્ક્રીમ કાઢવા માટે પહેલાં ઉપયોગમાં લીધેલી ચમચાનો ફરી ઉપયોગ કરવો જોઇએ નહીં.
આઇસ્ક્રીમ સાથે આ પ્રકારનો ખતરો હંમેશાં રહે છે, પરંતુ ખાસ કરીને ગરમીમાં તે વધી જાય છે. આ દરમિયાન તેમાં સાલ્મોનેલા, ઈ કોલી અને લિસ્ટિયા જેવા બેક્ટેરિયા પેદા થવાની આશંકા ખૂબ જ વધી જાય છે. સ્ટડી પ્રમાણે આ બેક્ટેરિયાના ઉછેરનો ખતરો આઇસ્ક્રીમ સિવાય ફ્રૂટ્સમાં પણ ખૂબ જ વધારે રહે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.