વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે, મને ખાતરી છે કે અમે જલ્દીથી કનેક્ટ થઈ મિસનને સફળ કરીશું : ચેરમેન ઈસરો

ISROને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતી અંગે ભાળ મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરા દ્વારા તેની તસવીર લીધી છે. પરંતુ હજું તેનાથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે, વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાથી 500 મીટર દૂર લેન્ડ થયું છે. ચંદ્રયાન -2ના ઓર્બિટરમનાં લાગેલા ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાએ વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે.
 
7મી સપ્ટેમ્બરે ઇસરો અંતરિક્ષ વિજ્ઞાનમાં ઈતિહાસ રચવાથી થોડે દૂર હતું, પરંતુ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનો લેન્ડીંગથી અંદાજે 69 સેકન્ડ પહેલા પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમનું લેન્ડીંગ શુક્રવાર-શનિવાર રાતે 1 વાગ્યેને 53 મિનીટે થવાનું હતું, ત્યારબાદ ઇસરોના ચેરમેન સિવને કહ્યું કે, ભારતનું આ મિશન 99 ટકા સફળ થયું છે. ફક્ત છેલ્લા તબક્કામાં લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હતો.
 
વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતુંઃ સિવને જણાવ્યું કે, લેન્ડર વિક્રમની લેન્ડીંગ પ્રક્રીયા એકદમ બરાબર હતી. જ્યારે યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીથી 2.1 કિમી દૂર હતું, ત્યારે તેનો સંપર્ક તૂટ્યો હતો. અમે ઓર્બિટર પાસેથી મળી રહેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. છેલ્લા તબક્કામાં અમારો ફક્ત લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો. હવે આગામી 14 દિવસ સુધી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તેમણે એવું પણ જણાવ્યું કે, લેન્ડરે સોફ્ટ નહીં પણ હાર્ડ લેન્ડીંગ કર્યું હશે અને મોડ્યુલ પણ ડેમેજ થયું હોય એવું લાગી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.