પીવાના પાણીની પાઈપલાઈનની કામગીરીનો શુભારંભ

 
 
 
 
                            રાધનપુર મતવિસ્તારના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિધાનસભાની અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જે વર્ષો જૂની છે તે દૂર કરશે અને લોકોને દરરોજ પીવાનું પાણી મળી રહે તે માટે નક્કર કામગીરી કરશે,જે અંતર્ગત ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સક્રિય પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા રાધનપુર-વારાહી અને સાંતલપુર તાલુકાના તમામ ગામો તેમજ રાધનપુર શહેરના લોકોને પીવાનું પાણી દરરોજ મીઠું પાણી મળી રહે તે માટે ત્રણ તબક્કામાં રૂ.૭૨.૬૦ કરોડનું ટેન્ડર બહાર પડી ગયું છે અને નોન ડ્રિલેબલ એટલે કે વચ્ચેથી પાઈપમાં કોઈ કાણાં ના પાડી શકે તેવી પાઈપલાઈન નાખવાની કામગીરીનો શુભારંભ પણ થઇ ગયો છે.                      
લોકોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે ત્રણ તબક્કામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે,જેમાં રાધનપુરથી સાંતલપુર એક્સપ્રેસ લાઈન અંતર્ગત રાધનપુર માટે મિલન હોટેલથી રામદેવ હોટેલ સુધી રૂ.૧૯,૨૯, ૯૨,૧૭૬.૭૫ ના ખર્ચે ભાવનગરની યશ કન્સ્ટ્રક્શન કંપની દવારા નોન ડ્રિલેબલ એટલે કે વચ્ચેથી કોઈ પાઈપમાં કાણાં ના પાડી શકે તેવી પાઈપલાઈન નાખવામાં આવનાર છે,રાધનપુરની રામદેવ હોટેલથી વારાહી સુધી રૂ.૧૯,૯૫,૯૦,૦૧૪.૦૫ ના ખર્ચે અને  વારાહીથી સાંતલપુર સુધી રૂ.૩૩,૩૪, ૯૦,૦૧૪.૧૫ ના ખર્ચે એલ.સી.ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લિ. કંપની દવારા નોન ડ્રિલેબલ પાઈપલાઈન નાખવા માં આવનાર છે.આ પાઈપલાઈનનું ઉદ્ઘાટન તા.૧ મેં ના દિવસે થાય તે રીતે કામગીરી ઝડપી કરવામાં આવનાર છે. તેમ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પી.એ. હાર્દિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.