02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / જીરૂં માટે દુનિયાભરમાં જાણીતા ઊંઝા યાર્ડનો રસપ્રદ ઇતિહાસ

જીરૂં માટે દુનિયાભરમાં જાણીતા ઊંઝા યાર્ડનો રસપ્રદ ઇતિહાસ   14/06/2019

અમદાવાદ : એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપમાં તાજેતરમાં જાડાઇને કમળના પ્રતિક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો. આશા પટેલ સમર્થિક વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો.
ઊંઝા યાર્ડનો રસપ્રદ ઇતિહાસ 
ઊંઝા એપીએમસીનો રસપ્રદ ઇતિહાસ જાઇએ તો, તા.૨૩ ઓક્ટોબર, ૧૯૫૩ (૧૯૫૪-૫૫)માં ખેત ઉત્પાદનોના ખરીદ-વેચાણ માટે ઊંઝા માર્કેટ યાર્ડની સ્થાપના કરાઈ હતી. ૧૯૩૯ના બોમ્બે એગ્રીકલ્ચર પ્રોડ્‌યુસ એક્ટ અંતર્ગત તેની સ્થાપના કરાઈ હતી. જેમાં ઊંઝાના ૨૬ ગામડાઓ માટે તેને પ્રમુખ માર્કેટમાં આવરી લેવાયા હતા. ઊંઝા યાર્ડ ૩૦૦ કિમીના ઘેરામાં આવતા વિસ્તારોમાંથી જેમાં રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે.
ઊંઝા એ જીરા માટે દુનિયાભરમાં જાણીતું છે
ઊંઝા જીરાના ખરીદ-વેચાણ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં ૨૭ ખેત ઉત્પાદનોનું ખરીદવેચાણ કરવામાં આવે છે તેમાં તે પ્રમુખ છે. ઉપરાંત ઈસબગુલ, વરયાણી, સરસાવ, રાયડો, તલ, મગફળી, અસાળીયો, રાજગરો, મગ, અડદ, ચણા, તૂવેર, ગુવાર, ઘઉં, જુવાર, કપાસ, ફળ અને શાકભાજી, સહિતનું ખરીદ વેચાણ થાય છે. અહીં ૮૦૦ બિઝનેશ ગ્રુપ છે. જે ભારત અને વિશ્વના ૧૫૦૦ સેન્ટરોમાં જીરું. વરીયાળી, તૈલીબિયાં, ઈસબગુલનું વેચાણ કરે છે.  એશિયાખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથો પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડો.આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ મેદાનમાં હતા. ખેડૂત વિભાગની આઠ બેઠકો પર ૧૬ અને વેપારી વિભાગની ચાર બેઠકો પર સાત ઉમેદવારો મેદાનમાં હતા. જા કે, આશા પટેલ સમર્થિક વિકાસ પેનલે ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલના કાંગરા ખેરવી કાઢયા હતા.

Tags :