મહેસાણા / મોબાઇલ પર વાત ન કરતાં બે પ્રેમીઓએ GIDC માં નોકરી કરતી મહિલાનો પગ ભાગ્યો

મહેસાણાઃ એક ગામથી મહેસાણા જીઆઇડીસીમાં નોકરી માટે આવતી ત્રણ સંતાનોની માતાને બે યુવકો સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. મોબાઇલ પર વાત કરવા અને મળવાનો ઇન્કાર કરતી મહિલાને તેના ગામના તળાવ પાસે બોલાવી ધોકાથી ફટકારી પગમાં ફ્રેક્ચર કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મહેસાણા સિવિલમાં સારવાર લઇ રહેલી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરી છે. મહેસાણા તાલુકાના એક ગામની મહિલા મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં કામે આવતી હતી, તે સમયે મટો અને વીકી નામના બે યુવાનોના સંપર્કમાં આવી હતી અને બંનેના પ્રેમમાં પડી હતી. ત્રણ સંતાનો હોવા છતાં છેલ્લા એક મહિનાથી બંને પ્રેમીઓ સાથે મોબાઇલ પર સંપર્કમાં રહેનારી મહિલા રવિવારે સવારે પ્રેમીઓનો ફોન આવતાં જ ઘરેથી મહેસાણા તેમને મળવા દોડી આવી હતી અને જ્યારે તેના પતિને આ બાબતે જાણ થતાં તે તેણીને સાંજે ઘરે પરત લઇ ગયો હતો. મંગળવારે ફોન કરીને બંને યુવકોએ તું મને કેમ ભૂલી ગઇ, ફોન કેમ કરતી નથી તેમ કહી બોલાચાલી કરી ગામના તળાવ પાસે બોલાવી હતી. બોલાવેલી જગ્યાએ મહિલા પહોંચતાં જ આ બંને યુવકોએ તેના પર ધોકા વડે હુમલો કરી ડાબા પગે ફેક્ચર કરી નાસી ગયા હતા. મહિલાની બૂમો સાંભળીને ભેગા થયેલા ગામ લોકોની મદદથી મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયેલી મહિલાએ કહ્યું કે, મારા બંને મિત્રો હતા અને મેં તેમને ભૂલી જવાનું કહેતાં તેઓ ગુસ્સે થયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.