02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા એસ.ટી.ડેપોના ટી.આઈ.નો માનસિક ત્રાસઃ ફેરિયાઓને હેરાનગતિ

ચાણસ્મા એસ.ટી.ડેપોના ટી.આઈ.નો માનસિક ત્રાસઃ ફેરિયાઓને હેરાનગતિ   02/11/2018

 
 
ચાણસ્મા 
ચાણસ્મા એસટી ડેપોમાં કેન્ટીન સહિતનો પરવાનો ધરાવતા દુકાનદારને સ્થાનિક ડેપોના તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. ડેપોમાં ફેરિયાને સીંગચણા વગેરે નહીં વેચવા દેવામાં આવતાં કેન્ટીન ધારકનો ધંધો ઠપ થઈ ગયો છે. બીજી બાજુ પાટણ, ઊંઝા, મહેસાણા , બહુચરાજી સહિતના તમામ ડેપોમાં ફેરિયાઓ સામે આવો કોઈ પ્રતિબંધ નથી. આમ,સ્થાનિક તંત્રના પૂર્વ ગ્રહભર્યા વર્તનના કારણે દયનીય હાલતમાં મુકાયેલા પરવાનેદાર દ્વારા એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઘા નાંખી છે. 
એસટી નિગમ આવક વધારવા ડેપોમાં દુકાનોની ટેન્ડરીંગ પ્રક્રિયા દ્વારા ફાળવણી કરે છે. જે મુજબ ચાણસ્મા એસટી ડેપોમાં કેન્ટીન રૂ. ૩ર,ર૬૦ તેમજ અન્ય બે દુકાનો રૂ. ૧૭ હજારના માસિક ભાડેથી એક પરવાનેદારને ફાળવાઈ હતી. જેમાં તેઓ સીંગચણા તેમજ દાબેલી સહિત નાસ્તાનો વેપાર કરતા હતા. પરંતુ તાજેતરમાં ડેપોના ટીઆઈ દ્વારા પૂર્વગ્રહ રાખી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાતાં પરવાનેદાર દાબેલીની દુકાન બંધ કરી દીધી હતી. જે દુકાન બંધ હોવા છતાં માસિક રૂ. ૬ હજાર એસટીને ચુકવે છે. ટીઆઈ આટલેથી નહીં અટકતાં તેમણે સીંગચણા સહિત નાસ્તાનું વેચાણ કરતા ફેરિયાઓને બંધ કરાવી દેતાં દુકાનદારની હાલત દયનિય બની ગઈ છે.આ દુકાનોના પરવાનેદારના મેનેજર વિરલભાઈ પટેલે જણાવ્યું કે, ટીઆઈના માનસિક ત્રાસથી અમારે દુકાન બંધ કરવી પડી છે અને હવે ફરિયાઓને બંધ કરાતાં વેચાણ ઠપ થઈ જતાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ મામલે ડેપો મેનેજર અને એસટી  વિભાગીય અધિકારીને પણ રજુઆત કરાઈ છે. ફેરિયા પર પ્રતિબંધ ફરમાવતાં ફેરી કરતા યુવકોની રોજીરોટી પણ બંધ થઈ ગઈ છે. 

Tags :