ભૂતકાળની યાદો તાજી થઇ, જામનગરમાં ગણતરીની મિનિટમાં ભૂકંપના ૨ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

રાજ્યમાં હમણાંથી ભૂકંપના આંચકા અનુભવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઇને ભૂતકાળની યાદો ફરી તાજી થઇ ગઇ હતી. જામનગરમાં ગઇકાલે રાત્રે બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જામનગરમાં ગણતરીની મિનીટમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો ભયના કારણે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૮ કિમી દૂર નોંધાયું છે.રવિવારે સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઇને ભૂતકાળની યાદો ફરી તાજી થઇ ગઇ હતી. ગઇકાલે રાત્રે ૧૧.૦૪ અને ૧૧.૦૯ વાગ્યે આવેલ ઉપરાઉપરી બે ભૂકંપના આંચકાને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૫ અને ૨.૩ નોંધાઇ હતી. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ થોડા દિવસ અગાઉ નવસારીના વાસંદાતુલાકના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ રાજ્યમાં ફરી એકવાર ભૂકંપની લાઇન સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. નવસારીના વાસંદા પાસે લાખાવાડી ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોધાયું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.