બનાસકાંઠામાં વધુ એક 12 માસની બાળકીને ડામ દેતા હાલત ગંભીર

બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રધ્ધાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે. તાજેતરમાં જ એક બાળકને માંદગીને લઈ ડામ દેવાની ઘટના બની હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેના થોડા જ સમય બાદ ફરી એક 12 માસની બાળકીને ડામ દેવાની ઘટના પ્રકાશમાં આવી છે.
 
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામમાં રહેતો એક પરિવારની 1 વર્ષીય બાળકીની તબિયત ખરાબ થતાં સારવાર અર્થે પરિવારે હોસ્પિટલની જગ્યાએ અંધશ્રધ્ધાનો સહારો લીધો હતો. અને આ અંધશ્રધ્ધામાં માસૂમ બાળકીને ડામ દેતા તેની તબિયત લથડી પડી છે. જેથી તેને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ છે. ઘટના પ્રકાશમાં આવતા બનાસકાંઠા જિલ્લામાં હોહા મચી જવા ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.