02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / ક્રૂર શિક્ષકે છૂટી પેન ફેંકી KGના વિદ્યાર્થીની આંખ ફોડી નાંખી

ક્રૂર શિક્ષકે છૂટી પેન ફેંકી KGના વિદ્યાર્થીની આંખ ફોડી નાંખી   09/08/2018

ઉત્તરપ્રદેશ: સ્કૂલમાં બાળકો સાથે અત્યાચારનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શાહજહાંપુરના રોઝા વિસ્તારના ગામમાં આવેલ એક ખાનગી શાળાનો છે. અહીં એક શિક્ષકે બાળકને છૂટી પેન ફેંકતા આંખ જ ફૂટી ગઇ. અહીંથી પણ ના અટકતા માસૂમને ઢોર માર માર્યો હતો.
 
પરિવારજનોએ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા પરંતુ ડૉકટર્સે તેને લખનઉ રેફર કરી દીધો. લખનઉની મેડિકલ કોલેજના ડૉકટર્સનું કહેવું છે કે બાળકની આંખ જ કાઢવી પડશે. તેની આંખની રોશની જતી રહી છે. પરિવારનજોને આરોપ મૂકયો છે કે બાળકની ભૂલ એટલી જ હતી કે ગણતરી બરાબર કરી શકયો નહોતો. હાલ પોલીસ આ સમગ્ર કેસની તપાસમાં લાગી ગયું છે.
 
રહીમપુર ગામમાં રહેતા રામસિંહે જણાવ્યું કે મારો સાત વર્ષનો દીકરો લવકુશ ગામની ઉર્મિલા દેવી સ્કૂલમાં કેજીમાં અભ્યાસ કરતો હતો. 25મી જુલાઇના રોજ શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે શિક્ષકે કોઇ વાત પર દીકરાને માર્યો અને પેનથી બાળકની આંખ પર પ્રહાર કરતાં તેની આંખમાંથી લોહીની ટશી ફૂટી. બાળકનો વાંક એટલો જ હતો કે તે ગણતરી સંભળાવી શકયો નહીં અને શિક્ષકના ગુસ્સાનો ભોગ બન્યો. જો કે આ સમગ્ર કેસમાં સ્કૂલના શિક્ષક પોતાને નિર્દોષ ગણાવી તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યાં છે. જોકે કહેવાય છે કે આ શિક્ષકે અગાઉ એક વિદ્યાર્થીને માર્યો હતો તો હાથ ભાંગી ગયો હતો.

Tags :