02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં ટાંકવાડા ત્રણ રસ્તા પર રીક્ષા અને મીની ટ્રક અથડાતાં બેને ઈજા

પાટણમાં ટાંકવાડા ત્રણ રસ્તા પર રીક્ષા અને મીની ટ્રક અથડાતાં બેને ઈજા   20/03/2019

પાટણમાં ટાંકવાડા નજીક આવેલ લાલાતુતની વાડી ત્રણ રસ્તા પાસે ગત રવિવારે સાંજે એક રીક્ષા અને મીની ટ્રક અથડાતાં રીક્ષામાં  સવાર છ પેસેન્જરોમાંથી બે જણાને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તો રણુંજ બાજુના હોવાનું જાણવા મળે છે.
પાટણમાં ટાંકવાડાથી લાલાતુતની વાડીના ત્રણ રસ્તા પર મોટા ભાગે રીક્ષાઓ અને હાથલારીઓ મુકવામાં આવતી હોય છે પરંતુ સાંજે ટ્રાફિક વધારે હોવાથી અને રસ્તો સાંકડો હોવાના કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે ગત રવિવારે સાંજે પેસેન્જર ભરેલ રીક્ષાને મીની ટ્રક અથડાતાં રીક્ષામાં સવાર પેસેન્જરો પૈકી બે જણાને ગંભીર ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Tags :