વિસનગર માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી બનાવી લાખો રૂપિયાની ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. આ પેઢી દ્વારા વેપારીએ 124 વેપારીઓ પાસેથી 85 લાખનો માલ ખરીદીને માલના પૈસા વેપારીઓને આપ્યા નથી. હજુ પણ આ રમકમાં વધારો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ જીતીને પ્રથમ લેતી-દેતી રેગ્યુલર કરી હતી. રોજે રોજ અનાજ માર્કેટ યાર્ડમાં આવતું હતું તે અનાજના પૈસા તેને આપ્યા હતા. વેપારીઓએ આ નવી પેઢીના વ્યવહારો જોઇને માલ વેચાણ માટે આપ્યો હતો. ત્યારબાદ આ વેપારીએ સમગ્ર વિસનગરના યાર્ડમાંથી લોખો રૂપિયાનો માલ ખરીદ્યો અને તે પૈસાની રોકડ લઇ ઓછા ભાવે માલ બીજાને આપીને તે વેપારી ત્યાંથી શટર બંધ કરીને પલાયન થઇ ગયો છે. જે જોતા આજે 124 વેપારીઓએ કુલ 85 લાખ રૂપિયાની રકણ આ પિતા પુત્ર લઇ ગયા હોવાનું કબુલ્યુ છે.
Tags :